loader

Breaking News


Home > National > લોકતંત્ર બચાવવાનો છેલ્લો મોકો છે 2019 લોકસભા ચૂંટણી : અખિલેશ યાદવ


Foto

લોકતંત્ર બચાવવાનો છેલ્લો મોકો છે 2019 લોકસભા ચૂંટણી : અખિલેશ યાદવ

Sept. 15, 2018, 12:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અખિલેશ યાદવે ફરી એકવાર ભાજપ વિરોધી પક્ષોને એકમંચ પર આવવાનું આહવાન કર્યું છે. પોતાના ગૃહનગર સૈફઈમાં શુક્રવારે અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહર કરતા જણાવ્યું હતું કે આવતા વર્ષે યોજાનાર ચૂંટણીમાં લોકતંત્ર બચાવવાનો છેલ્લો મોકો છે.

અખિલેશ યાદવ સૈફઈથી રવાના થનારી સામાજિક ન્યાય સાયકલ યાત્રા સમારોહમાં આ બોલી રહ્યાં હતા. આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ વિરોધી પક્ષોને આહવાન કરતા જણાવ્યું હતું કે ભાજપને કોઈપણ હાલતમાં સત્તા પર આવતા રોકવી પડશે. તેઓએ કહ્યું હતું કે ભાજપ ફરી સત્તામાં આવી તો દેશમાં લોકતંત્ર ખતમ થઇ જશે.

સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યા હતું કે ભાજપનાં રાજમાં દેશનું લોકતંત્ર ખતરામાં છે. સાઇકલ રેલીને રવાના કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા વિકાસ યાત્રા છે, જો આ યાત્રા સફળ થઇ ગઈ તો સમજી લેવાનું કે દેશનું લોકતંત્ર બચી જશે.