loader

Breaking News


Home > National > કર્ણાટકમાં ચુંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, રાહુલ ગાંધી કરશે પ્રેસ કોન્ફરન્સ


Foto

કર્ણાટકમાં ચુંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, રાહુલ ગાંધી કરશે પ્રેસ કોન્ફરન્સ

May 10, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટક ચુંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ગુરુવારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ તાબડતોડ પ્રચાર કરશે અને મતદારોને લલચાવવાની કોશિશ કરશે. કોંગ્રેસ - ભાજપનાં રાષ્ટ્રીય અધ્ય્સ્ખો પોતપોતાની પાર્ટીનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવારો સાથે પ્રચારનો કરશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ નમો એપની મદદથી પાર્ટી કાર્યકરો સાથે સંવાદ કરશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પા સાથે બદામીમાં પ્રચાર કરશે. કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બદામીથી ચુંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મુખ્યમંત્રી સિદ્ધારર્મૈયા સાથે બેંગ્લોરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. રાહુલ ગાંધી ઘણા દિવસોથી કર્ણાટકમાં છે અને સતત કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોઈ રેલીને સંબોધિત નહિ કરે પણ નમો એપની મદદથી પાર્ટી કાર્યકરો સાથે સંવાદ કરશે. તેઓ SC/ST/OBC અને સ્લમ મોરચાના કાર્યકરો સાથે સંવાદ કરશે.