loader

Breaking News


Home > Gujarat > કાયદાનું પાલન કરાવનારા જ ફસાયા, ત્રણ કલાકમાં ૫૩ પોલીસકર્મીઓને દંડ ફટકારાયા


Foto

કાયદાનું પાલન કરાવનારા જ ફસાયા, ત્રણ કલાકમાં ૫૩ પોલીસકર્મીઓને દંડ ફટકારાયા

Sept. 1, 2018, 2:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ અને ટ્રાફિક ઝૂંબેશ પૂરજાશમાં ચાલી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમન ભંગ કરતી સામાન્ય જનતાની સાથે સાથે કાયદાની રખેવાળ કરતી પોલીસ પણ રડારમાં આવી છે. આ પોલીસકર્મીઓ કાયદાનું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી.

આ ડ્રાઈવમાં કેટલાક પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા દેખાયા હતા. ટ્રાફિકની આ ડ્રાઈવ ગાયકવાડ હવેલી ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ કમિશનર શાહીબાગ, એલિસબ્રીજ પોલીસ લાઈન અને રાયખડ પોલીસ લાઈન પાસે યોજાઈ હતી જેમાં માત્ર ૩ કલાકમાં ૫૩ પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદના ૪ સ્થળો પર ટ્રાફિર પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી જેમાં ૫૩ પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

માહિતી મુજબ બે પોલીસકર્મીઓ સીટબેલ્ટ ન પહેરવા બદલ ગુનો નોંધાયો હતો. ટ્રાફિક નિયમોનો ભંગ કરતી પોલીસ પાસેથી રૂ.૫૩૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરનારા પોલીસકર્મીઓને ચલાન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો તેવી આ પહેલી ઘટના છે.