loader

Breaking News


Home > Gujarat > પૂરગ્રસ્તોનાં પ્રશ્ને શાસકપક્ષમાં કજીયા, વિપક્ષનાં નેતાએ ખવડાવ્યા ભજીયા


Foto

પૂરગ્રસ્તોનાં પ્રશ્ને શાસકપક્ષમાં કજીયા, વિપક્ષનાં નેતાએ ખવડાવ્યા ભજીયા

July 23, 2018, 2:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં વરસાદી માહોલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જામ્યા બાદ ભારે તારાજી કરી છે. ત્યારે જૂનાગઢ, પંથલી, ઉનાથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, પરેશ ધાનાણીએ પ્રજાના કામો કરવા અને પૂરગ્રસ્તોને મદદરૂપ થવા રેસ લગાવી છે.



અમીત ચાવડા પોતે પુtરગ્રસ્ત વિસ્તારો હાલ ખુંદી રહ્યા છે. અને નુકશાનનો આંકડો મેળવીને શાસકપક્ષનો કાન આમણવા અને પ્રજાને યોગ્ય વળતર મળે તે હેતુથી સ્વયંભૂ મેદાને ઉતર્યા છે. ત્યારે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી ગાજ્યા જાય એવા નથી ત્યારે પરેશ ધાનાણી પણ રીતસરની રેસ લગાવી હોય તેમ પોતે ભજીયા અને ગાંઠીયા તળીને ફૂડ પેકેટો મોકલાવાની તૈયારીઓ આરંભી દીધી છે. હરહંમેશા પ્રજાની વચ્ચે રહેવાનું અને કોઈ સાયકલ લઈને જતું હોય તો લીફ્ટ માંગીને સાયક પર બપેસી જવાનું સાયકલ લઈને પણ પ્રવાસ ખેડી નાંખવાનો જે તમામ કામો માટે જે તકલીફો પડે તે વેઠીને પ્રજાના કામો એટલે કે પુરગ્રસ્તો માટે કોઈ પણ વ્હીકલની વ્યવસ્થા કરીને પહોંચી જવા પરેશની રેસ સામે ભાજપે પણ વેશ ધારણ કરવો પડ્યો છે.

પૂરગ્રસ્તો માટે ભાજપના પણ મંત્રી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હમણાંજ કોંગ્રેસમાંથી કુદકો મારીને ભાજપમાં આવેલા મોટા જંપવાળા કુંવરજી બાવળીયાને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાના રોષનું ભોગ બનવું પડ્યું હતું. ત્યારે ફક્ત પરીફરીને હાથ ઊંચા કરીને શાંતિ રાશો તેવી સુચનાઓ આપવા કરતાં શાશકપક્ષ દ્વારા તો ફૂડ પેકેટ સાથે જ મેદાનમાં ઉતર્યુ છે. ત્યારે પરેશ ધાનાણી ઉનાના ધારાસભ્ય પૂજાભાઈ દ્વારા ઉના પટેલ વાડી ખાતે ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા ત્યારે પરેશ ધાનાણીએ અગાઉ ભજીયા તળવા પોતે બેસી ગયા હતા. અને હવે ગાંઠીયા પોતે તળીને ફૂડ પેકેટો તૈયાર કરવામાં લાગીગયા હતા.