loader

Breaking News


Home > National > લોકસભાની ચુંટણી પહેલા પ્રજા નહી પણ પોતાના રોટલા સેકવામાં વ્યસ્ત નેતાઓ


Foto

લોકસભાની ચુંટણી પહેલા પ્રજા નહી પણ પોતાના રોટલા સેકવામાં વ્યસ્ત નેતાઓ

July 6, 2018, 11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકસભાની ચુંટણી નજીક આવતા દરેક પાર્ટીનાં નેતાઓ જનતાનાં ફાયદાઓને છોડી પોતાના ફાયદા શોધવામાં મગ્ન દેખાઇ રહ્યા છે. જ્યા જનતા પોતાના પ્રતિનિધિઓને પસંદ કરી સત્તા પર પહોચાડે છે અને તે જ નેતાઓ જનતાનાં પ્રશ્નોને દૂર કરવા કરતા પોતાના આર્થિક પ્રશ્નોને દૂર કરી જાય છે. તેવુ જ કઇક જમ્મુ કાશ્મીરમાં થઇ રહ્યુ છે.
જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીનાં નેતૃત્વવાળી સરકાર ધ્વસ્ત થયાને ૧૫ દિવસમાં જ મુફ્તી સામે નવી એક મુસીબત ઊભી થઈ ગઈ છે. સોમવારે પીડીપીનાં ૩ ધારાસભ્યોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. આ ધારાસભ્યોએ મહેબૂબા મુફ્તીની પાર્ટીમાં ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો છે. જો કે આરોપ-પ્રત્યારોપ હવે નેતાઓને યાદ આવશે તે પણ વ્યાજબી છે, કેમ કે જનતાને પણ કહેવાનું છે કે હુ સાંચો છુ અને પાર્ટી ખોટી છે. પીડીપીનાં આ ત્રણ એમએલએમાં સામેલ એવા પૂર્વ મંત્રી ઈમરાન રઝા અંસારીએ મહેબૂબા મુફ્તી પર નિશાન સાધતાં તેમના પર પરિવારવાદનો આરોપ લગાવ્યો છે.

મંગળવારે એમએલએ ઈમરાન રઝાએ મહેબૂબા મુફ્તી પર આક્ષેપ કરતાં કહ્યુ કે, "મેં અનેક વખત મહેબૂબાને જણાવ્યું છે કે તેઓ પીડીપીમાં આવ્યાં બાદ પાર્ટીમાં અનેક વખત મુંઝવણ જેવો અનુભવ કરી રહ્યાં છે. તે હંમેશા પોતાના પરિવાર અંગે જ વિચારે છે. ભાઈ- ભત્રીજાવાદે આ પાર્ટીને અને પૂરા કાશ્મીરને બરબાદ કરી દીધું છે." તેઓએ વધુમાં કહ્યુ કે, "મેં મહેબૂબાને કહ્યુ કે અમે તમને ખુદા હાફિઝ કરી દીધું છે. અમે પાર્ટીમાં એટલા માટે ફસાયેલા છીએ કેમકે અમે ધારાસભ્યો છીએ. પરંતુ અમે ચૂંટણી માટે તૈયાર છીએ. અમે લોકો માટે કામ કરવા માંગીએ છીએ, તે પછી ભલે તે માટે ૫૦ પાર્ટીઓ કેમ ન બદલવી પડે. પીડીપીનાં નારાજ ધારાસભ્યોનાં નિવેદન એવાં સમયે આવ્યાં છે જ્યારે સમાચાર મળી રહ્યાં છે કે પીડીપીનાં અનેક નેતા બળવો કરી ભાજપ જોઈન કરવા માટે તૈયાર છે. પીડીપીનાં અનેક નેતા ભાજપમાં આવવા માગે છે. તે માટે અંદરોદર ગણિત-ગુણાકારનો ખેલ પણ ચાલી રહ્યો છે.