loader

Breaking News


Home > Health > હોઠની સંભાળ કેવી રીતે કરશો જાણો


Foto

હોઠની સંભાળ કેવી રીતે કરશો જાણો

July 10, 2018, 1:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોઈપણ વ્યક્તિ તેના મોં પર સહારા રિવરબેડ જેવી કરચલીઓ જોવા માંગતી હોતી નથી. ઠંડી કે પવન ફૂંકાતો હોય તેવી સ્થિતિમાં હોઠ પરનું મોઈશ્ચર વરાળની જેમ ઊડી જતું હોય છે. જે હોઠને સૂકા બનાવે છે અને તેની ચામડી ઉખડવા લાગે છે તથા તેમાંથી લોહી નીકળે છે.શું કરશો હોઠની સંભાળ રાખવા માટે?

તમારા હોઠનું ઘરગથ્થુ ઉપાયો દ્વારા આરામ આપવા માટે એક ચોથા ભાગનું પપૈયું મસળીને તેની જ્યૂસ જેવી પેસ્ટ તૈયાર કરવી. એક ટોવેલમાં પાથરી તેના પર સૂવો પછી હોઠની ઉપર તથા તેની આજુબાજુની ત્વચા પર સારા પ્રમાણમાં લગાવવું. ૧૦ થી ૧૫ મિનિટ માટે તેને રાખી મૂકવું. હવે હોઠ ધોઈ લેવાં અને હોઠ પર લીપબામ લગાવવો. પપૈયામાં રહેલાં તત્વો હોઠ પરની કરચલીઓ દૂર કરીને તમારા હોઠને નરમ બનાવી સુંદર બનાવે છે. જો તમારા હોઠ સૂકા થઈ ગયા હોય અને તેના પર ચીરા પડવા લાગ્યા હોય તો તમે હોઠની કાળજી માટે નિયમિત વાપરતા હોવ તે બ્લીસ્ટેક્સ રિવાઈટલાઈઝર જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો, જે તમારા હોઠ પરથી એક જ મહિનામાં કરચલીઓ દૂર કરે છે અને હોઠની આસપાસના રિંકલ્સ પણ દૂર કરે છે. આ પ્રોડેક્ટ સરળતાથી પ્રાપ્ય છે. જેની સામગ્રીમાં એએચએએસ (સ્કિન એક્સફ્લોઈટિંગ આલ્ફા, હાઈડ્રોક્સીએસિડ), મોઈશ્ચરાઈઝર્સ, વિટામિન એ અને ઈ તથા એસપીએફ ૧૫ હોય છે.

હોઠ એ ત્વચાનો ખૂબ જ નાજૂક ભાગ છે. તેની ઉપર ઘણાં પાતળાં પડ હોય છે અને ઓછી ગ્રંથિઓ સતત તૈલી હોય છે. સામાન્ય રીતે જ્યારે વધારે પડતી ગરમી હોય ત્યારે અને સાથે સાથે શિયાળાનો પવન પણ હોઠને નુકસાન તો કરે જ છે. જો તમે તીવ્ર ઠંડા કે વધુ પડતા ઉષ્ણ વાતાવરણમાં જવાના હોવ ત્યારે એ વાત યાદ રાખવી જોઈએ કે તમારા હોઠ પર મેલનીન બિલકુલ ના હોવાથી આ સમયે તાત્કાલિક જ તેના યોગ્ય ઉકેલ માટે પગલાં ના લેવાય તો તે ખરાબ રીતે દાઝી ગયા હોય તેવા લાગવા માંડે છે. હોઠ પર વારંવાર જીભ ફેરવવાથી તે વધુ સુકા થઈ જતા હોય છે. આ સમયે લીપબામ લગાવવો જ યોગ્ય રહેશે. મોટાભાગનાં લીપબામની સામગ્રીની અંદર કોકો બટર હોય છે. જેની કેટલાક લોકોને એલર્જી હોય છે. આથી જો તમારા હોઠ બામ લગાવ્યા બાદ પોપડી બાજી ગયેલા લાગે તો એવી બ્રાંન્ડ વાપરવી જોઈએ કે જેમાં આ સામગ્રી ના હોય. નિયમિતપણે લીપબામ લગાવવાથી તમારા હોઠ નરમ બની જાય છે અને સુંદર લાગે છે. પણ જો તેનાથી તમને કોઈ તકલીફ હોય તો અહીં જણાવેલ ઉપાય અજમાવી શકો છો.

ફલાલીન કાપડનો એક ટુકડો લઈને તેને હૂંફાળા પાણીમાં બોળીને તમારા હોઠની ઉપર લગાવશો તો હોઠ નરમ અને સુંવાળા બનશે.

હવે ૩૦ સેકન્ડ બાદ હોઠ પર પેટ્રોલિયમ જેલીને લગાવો અને તેને ત્રણથી ચાર મિનિટ માટે રાખી મૂકો.

હવે હૂંફાળા ફલાલીનનાં કાપડનો ફરી ઉપયોગ કરો. ખાસ કરીને પેટ્રોલિયમ જેલીને ઘસીને દૂર કરવા માટે આમ કરવું. આ પ્રક્રિયા હોઠ પરની વધારાની ચામડીને દૂર કરે છે.

છેલ્લે હોઠ ઉપર લીપબામ લગાવવાથી હોઠની નરમાશ અને સુંદરતા દીપી ઊઠશે.

સૂકા, ફુગાયેલા અને ચીરા પડી ગયેલા હોઠ એ એલર્જી, ઈન્ફેકશન, ડ્રગ જેવી ઘણીબધી તબીબી તકલીફોનાં કારણે થઈ જતા હોય છે. જો કોઈ સાદી પદ્ધતિ આનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય તો તમારું જીપી તમારે ચકાસી લેવું જોઈએ.