loader

Breaking News


Home > Health > જાણો, સારા સ્વાસ્થ્ય માટે ફિટનેસ કેમ જરૂરી ?


Foto

જાણો, સારા સ્વાસ્થ્ય માટે ફિટનેસ કેમ જરૂરી ?

April 3, 2018, 5:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ફિટનેસની બાબતમાં વાત કરીએ તો મોટે ભાગે દરેક લોકોનું એક જ બહાનું હોય છે, સમય જ નથી મળતો શું કરું ? અચાનક કોઈ શારીરિક તકલીફ આવી પડે ત્યારે સમજાય છે કે, ફિટ રહેવું કેટલું જરૂરી છે. દરેક કામ માટે યોગ્ય સમય કાઢવો જ પડે છે. શરત એ છે કે, તેની પ્રાથમિકતા હોય. આખા દિવસમાં એક કલાક પોતાને માટે કાઢી શકાય છે.

ફિટ રહેવાના કેટલા બધા ફાયદા છે. ફિટ હોઈએ તો ખૂશ રહીએ. મન પ્રસન્ન રહેવાથી તબિયત સારી, સ્વસ્થ રહે. તેથી ગમે તેટલું કામ કરીએ છતાં થાક ન લાગે. ઊર્જાસભર બની રહેવાથી કામમાં સફળતા મળે છે. એટલે કે, બહેતર જિંદગી માટે ફિટનેસ જરૂરી છે. પરંતુ સમય... થોડાં વહેલા ઊઠીને સવારને ખુશનુમા બનાવી શકો છે. કહે છે ને "રાત્રે વહેલા સૂઈ જે વહેલા ઊઠે એ વીર, બળ, બુદ્ધિ, ધન બહુ વધે. સુખિયું રહે શરીર". અડધો કલાક વહેલા ઊઠીને વોક લો અથવા એક્સરસાઈઝ કરો. જા વહેલા ન ઊઠાતું હોય તો ડિનર પછી ૩૦ મિનિટ વોક લો. અડધા કલાકના લંચ બ્રેકમાં જા ૧૫ મિનિટ બચી શકે તો વોક લઈ શકો છો. જા બ્રેકફાસ્ટ હેવી કર્યો હોય તો લંચમાં માત્ર દહીં, ફ્રૂટ્‌સ, વેજિટેબલ્સ કે નટ્‌સ લઈ શકો છો. તેથી વધારેના સમયમાં વોક કરી શકો છો. તમારી દિનચર્યા વ્યસ્ત છે, તો જિગ બેગ હંમેશા તૈયાર રાખો. સાંજે ઓફિસથી નીકળ્યા પછી જિમ જઈ શકો છો. આખા દિવસમાં ૧૫ મિનિટ એક્સરસાઈઝ પણ તમને ચુસ્ત બનાવી શકે છે.

જો કે કેટલીક વાર ક્લાયન્ટ રાહ જાવરાવે, તો ત્યાં બેસવાને બદલે આજુબાજુ વોક લો, હલકી ફૂલકી સ્ટ્રેચિંગ કરો. કેટલીક વાર એવું પણ થાય કે પાસેના પાર્લરમાં જઈ ફેસિયલ કરાવો. જા ટીવી પર મનગમતો કાર્યક્રમ જાવો છો તો વચ્ચેની કમર્શિયલ બ્રેકનો ઉપયોગ સિટ અપ્સ, ક્રંચીઝ કે પુશ અપ્સમાં કરી શકો છો. જા કોઈ જગ્યા એ શોપિંગ કરવા જાવ છો અને શોપિંગ કોમ્પલેક્ષ ઘરથી એકાદ કિલોમીટર જ દૂર છે તો પગે ચાલીને પણ જઈ શકાય છે, મોટે ભાગે લોકો શોપિંગ વખતે કારનો ઉપયોગ કરતાં હોય છે પણ જા શોપિંગ કોમ્પલેક્ષ નજીક જ હોય તો ચાલીને જ જવાની આદત રાખો. આના બે ફાયદા થશે એક તો ટ્રાફિક કંટ્રોલ રહેશે અને વોક પણ થઈ જશે સાથે સાથે તમારું એટલું પેટ્રોલ પણ બચી જશે. લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે દાદરનો ઉપયોગ કરવો હિતાવહ છે. ફિટ રહેવા માટે દાદરની ચડઉતર ઉત્તમ છે.