loader

Breaking News


Home > Gujarat > યુથ કોંગ્રેસની નફરત છોડો, ગાંધી સંદેશ યાત્રાનું ગાંધીનગરમાં સ્વાગત કરાયું


Foto

યુથ કોંગ્રેસની નફરત છોડો, ગાંધી સંદેશ યાત્રાનું ગાંધીનગરમાં સ્વાગત કરાયું

Aug. 10, 2018, 3:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ભારતીય યુવક કોંગ્રેસ દ્વારા દેશમાં વ્યાપેલી અરાજકતા અને નિષ્ફળ બનેલી કાયદો વ્યવસ્થાની વિરુદ્ધમાં રાષ્ટ્રવ્યાપી યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે આજરોજ અમદાવાદના મહાત્મા ગાંધીજીના કોચરબ આશ્રમેથી નીકળી આજરોજ બપોરે ૧૨ વાગે પાટનગરના શાહપુર ચોકડી પાસે આવી ગઈ હતી. જેનું ગાંધીનગર જિલ્લા, શહેર તાલુકા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, નીતિસ વ્યાસ, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકી, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ભાવેશ દેસાઈ, શહેરના નગરસેવકો, કાર્યકરો દ્વારા શાહપુર સર્કલ ખાતે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવચંત યાદવ, ગુલાબસિંહ રાજપુતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ યાત્રા કોચરબ આશ્રમેથી શરુ થઇ હતી અને દિલ્હી પહોંચશે.