loader

Breaking News


Home > Gujarat > ધારાસભ્ય મેવાણીએ વડગામમાં સેનિટરી પેડ પ્રોજેક્ટ લોન્ચ કર્યો


Foto

ધારાસભ્ય મેવાણીએ વડગામમાં સેનિટરી પેડ પ્રોજેક્ટ લોન્ચ કર્યો

March 8, 2018, 10:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વડગામ : યુવા નેતા અને વડગામથી સ્વતંત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગુજરાતનો પહેલો ‘પેડમેન’ બનવા જઈ રહ્યા છે. જીજ્ઞેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં મહિલાઓને સસ્તા ભાવે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવાની યોજના ઘડી છે. ઈન્ટરનેશનલ વુમન્સ-ડે પર જીજ્ઞેશ મેવાણીએ આ અંગે જાહેરાત કરી હતી. ઓછામાં ઓછી કિંમતે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની શક્યતાઓ ચકાસવામાં આવશે તેવું જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું.

ઉના દલિતકાંડ પછી દલિત નેતા તરીકે ઉભરી આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઈચ્છે છે કે, મહિલાઓનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય. આના માટે તે નવા સેનિટરી એકમો સ્થાપશે અને આ એકમો દ્વારા મહિલાઓને સસ્તામાં સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે સાબરમતી જેલ પ્રશાસને પણ જેલની અંદર જ સેનિટરી પેડનું એકમ શરૂ કરવાની યોજના બનાવી છે. ૭ માર્ચે વડગામમાં સેનિટરી પેડ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

માસિક સ્ત્રાવ સમયે સ્ત્રીઓને રિલિફ મળી રહે તે ઉદ્દેશ્યથી આ એકમ સ્થાપવાનું વિચારવામાં આવ્યું છે. દેશ આઝાદ થયાના કેટલાંક દાયકા બાદ પણ ગામડામાં મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન કપડાંનો ઉપયોગ કરે છે. બનાવવામાં આવનાર આ સેનિટરી પેડ્‌સ ઈકોફ્રેન્ડલી કોટનમાંથી તૈયાર કરવામાં આવશે.