loader

Breaking News


Home > Health > વિવિધ રોગોમાં લીંબુ ગુણકારી છે


Foto

વિવિધ રોગોમાં લીંબુ ગુણકારી છે

Sept. 6, 2017, 9:59 a.m.
      Whatsapp   

ઉનાળામાં લૂ લાગે ત્યારે-લીંબુમાં સાકર નાખીને પીવાથી લૂ દૂર થાય છે. આ સમયે લૂ લાગવાની શક્યતા વધુ હોય છે. લીંબુમાં સાકર નાખીને પીવાથી દૂર થાય છે. વધારે પડતી ગરમીના કારણે ડાયેરિયા પણ થઈ જતા હોય છે.

આવું થાય ત્યારે લીંબુના રસમાં ફુદીનાનો અને ડુંગળીનો રસ પીવાથી ફાયદો થાય છે. મેલેરિયા - એક કિલો લીંબુના પાણીમાં અડધુ રહે ત્યાં સુધી ઉકાળો, પછી ઓછું રીને દર્દીને પીવડાવો હવે દર્દીને રજાઈ ઓઢાડીને સૂવડાવી દો. હવે આ પાણીને લીધે પરસેવો પણ થશે અને બાથરૂમ પણ ખૂબ થશે. તાવ આ રીતે યૂરીન દ્વારા નીકળીને દૂર થાય છે. મોતિયો - જેમને મોતિયાની હજુ શરૂઆત જ થઈ હોય તેમણે લીંબૂના રસને ગાળીને સવાર સાંજ આંખમાં બે-ત્રણ ટીપા નાખવાથી ફાયદો થાય છે. ઊલટી- જા ઊલટી થતી હોય અથવા ખાટા ઓડકાર આવતા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ કે મધ નાખીને પીવાથી રાહત મળે છે. પાયોરિયા - જા દાંતોમાં પાયોરિયા થયો હોય તો દાંત પર લીંબુ ઘસવાથી દાંત તંદુરસ્ત અને ચોખ્ખા બને છે. હરસ મસા - થયા હોય તો રાત્રે એક લીંબુના છાલને પલાળી સવારે વાસી મોઢે તે પાણી પી જાવ. જા મોઢું આવું હોય તો- જ્યારે આપણને મોઢામાં ચાંદા પડે છે તો મોઢું સતત દુઃખતું રહે છે. કંઈ પણ જમવાનું ખાઈ શકતા નથી તેને કારણે ભૂખ સહન કરવી પડે છે. આવા સમયે લીંબુનો રસ પીવાથી મોઢામાં ચાંદા મટે છે. અને જમી પણ શકાય છે.