loader

Breaking News


Home > Gujarat > સચિવાલયમાં ઘુસેલા દીપડાએ રાજ્ય સરકારનો વહીવટ કર્યો ઠપ્પ


Foto

સચિવાલયમાં ઘુસેલા દીપડાએ રાજ્ય સરકારનો વહીવટ કર્યો ઠપ્પ

Nov. 5, 2018, 12:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતના વિધાનસભા સચિવાલયમાં મોદી રાત્રે એક દીપડો ઘુસી જતા સવર્ત્ર સંકુલમાં ડરનો માહોલ સર્જાઈ ગયો છે. જો કે હાલ સચિવાલયને બંધ કરી દેવામાં આવ્યું છે અને દીપડાની શોધખોળ ચાલુ છે. સીસીટીવી ફૂટેજમાં નજરે આવી રહ્યું છે કે લગભગ 2 વાગ્યે એક દીપડો સચિવાલયમાં ઘુસી આવ્યો છે. દીપડાને કારણે હાલ પ્રવેશબાંધી કરી દેવાઈ છે જેને કારણે અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યો, કમર્ચારીઓ અને મુલાકાતીઓને બહાર ઉભા રહેવાની ફરજ પડી છે.

સચિવાલયમાં પ્રવેશબંધી થઇ જતા હાલ રાજ્ય સરકારની સમગ્ર કામગીરી ઠપ્પ થઇ છે. ધનતેરસ નિમિતે પૂજા કરવા આવેલ કર્મચારીઓ પણ પૂજા નહોતા કરી શક્યા. ઉલ્લેખનીય છે કે અહીં મુખ્યમંત્રી સહીત બધા જ મંત્રીઓનું કાર્યાલય છે તેવામાં સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠી રહયા છે. દીપડો ગેટ નંબર 7થી અંદર ઘૂસ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સચિવાલય ગેટ નંબર 3-4 બાજુ દીપડો હોવાની માહિતી મળતા તે બાજુ પાંજરા પણ મુકાયા છે.