loader

Breaking News


Home > National > એકપણ બાંગ્લાદેશી ઘુષણખોરોને ભારતમાં નહીં રહેવા દઈએ : અમિત શાહ


Foto

એકપણ બાંગ્લાદેશી ઘુષણખોરોને ભારતમાં નહીં રહેવા દઈએ : અમિત શાહ

Sept. 12, 2018, 10 a.m.
      Whatsapp   

માનવમિત્ર, જયપુર : બાંગ્લાદેશી ઘુસણખોરોના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીની નીતિને સ્પષ્ટ કરતાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે ઘુષણખોરોને શોધી શોધીને બહાર કાઢવામાં આવશે. તેઓએ જયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓના શક્તિ કેન્દ્ર સંમેલનમાં સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભાજપનો સંકલ્પ છે કે એકપણ બાંગ્લાદેશી ઘુષણખોરોને ભારતમાં રહેવા નહીં દઈએ, શોધી શોધી નીકાળી દઈશું.

તેઓએ અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરનો ઉલ્લેખ કરીને તેનો વિરોધ કરવાવાળા લોકો પર નિશાન તાક્યું હતું અને કહયું હતું કે વોટબેન્કની ચિંતા કરવાવાળા માનવાધિકાની વાત કરે છે તેમને દેશ અને દેશના ગરીબની ચિંતા નથી.

પાકિસ્તાનના વિસ્થાપિત હિંદુઓના મુદ્દે, શાહએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિટિઝન્સના સુધારા વિધેયક લાવ્યા છે, જેમાં અમે નક્કી કર્યું છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા શીખો, હિંદુઓ, બૌદ્ધ અને જૈન ઘૂસણખોરો નથી પરંતુ શરણાર્થી છે અને તેઓ અહીં નાગરિકત્વ મેળવશે.