loader

Breaking News


Home > Gujarat > રાજયમાં કોઇપણ આરટીઓથી લાઇસન્સ રિન્યુ કરી શકાશે


Foto

રાજયમાં કોઇપણ આરટીઓથી લાઇસન્સ રિન્યુ કરી શકાશે

June 7, 2018, 4:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનાં વાહનચાલકો માટે એક ખુશીનાં સમાચાર સામે આવ્યાં છે. વાહન ચાલકોને હવે ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા પોતાનાં જિલ્લાનાં આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. વાહનચાલકો રાજયની કોઈપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઈસન્સ રિન્યુ કરાવી શકશે. રાજય સરકારનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે.

સરકારના આ નવા નિર્ણયની અમલવારી આવતીકાલથી જ શરૂ થઇ જશે. સરકારના આ પરિપત્રના પગલે હવેથી વાહનચાલકો નજીકની આરટીઓ કચેરીમાંથી તેમના ડ્રાઇવીંગ લાઈસન્સ રિન્યુ કરાવી શકશે. જેના કારણે વાહનચાલકોને ઘણી સરળતા અને અનુકૂળતા રહેશે.

આ અંગે વાહન વ્યવહાર કમિશનર દ્વારા અપાયેલા આદેશ અનુસાર, અજદારે હવે લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે જે આરટીઓમાંથી તે ઈશ્યૂ થયું હોય ત્યાં જવાની જરુર નથી. રિન્યુઅલની કામગીરી માટે હવે પરિવહન.કોમ વેબસાઈટ પર જઈને પોતાની સગવડ પ્રમાણે જે પણ આરટીઓમાં તેને રિન્યૂ કરાવવા જવું હોય તેને સિલેક્ટ કરી અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે.