loader

Breaking News


Home > National > આયુષ્યમાન ભારત : ભરતી વગર કેન્સર દર્દીઓને લાભ


Foto

આયુષ્યમાન ભારત : ભરતી વગર કેન્સર દર્દીઓને લાભ

Aug. 29, 2018, 2:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આયુષ્યમાન ભારત સ્કીમને લઇને જારદાર ચર્ચા ચાલી રહી છે. આ સ્કીમ ૨૫મી સપ્ટેમ્બરના દિવસે જારદારરીતે લોંચ થવા જઈ રહી છે. મોદી સરકારની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કેન્સરના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે નહીં. આ સંદર્ભમાં દિશા નિર્દેશ સ્પષ્ટપણે જારી કરવામાં આવી ચુક્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્સરના દર્દીઓને સારવાર માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરવાની જરૂર પડશે નહીં.

આ પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા ઠગાઈ અને છેતરપિંડીને રોકવાના સંદર્ભમાં દિશા નિર્દેશ જારી કરવામાં આવયા હતા. આયુષ્યમાન ભારતના ડેપ્યુટી ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર દિનેશ અરોરાએ કહ્યું હતું કે, અમે ટ્યુમર બોર્ડ ગાઇડલાઇન અપનાવી છે જેથી કેન્સરના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થયા વગર પાંચ લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકશે જેમાં કિમિયોથેરાપી, દવાઓ અને તપાસના ખર્ચને કવર કરી લેવામાં આવશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે, યોજના હેઠળ ઉપલબ્ધ તબીબી સુવિધાઓમાં ૧૩૦૦થી વધારે પ્રોસીજર સામેલ કરવામાં આવશે જેમાં હોસ્પિટલમાં ભરતી થવાથી પહેલા અને બાદની પ્રક્રિયા સામેલ રહેશે. બિમારીની સારવાર અને દવાઓને પણ તેમાં સામેલ કરવામાં આવી રહી છે.