loader

Breaking News


Home > National > ડોલર સામે રૂપિયામાં ઘટાડો થતાં કાર, ટીવી વધારે મોંઘા થાય તેવી શક્યતા


Foto

ડોલર સામે રૂપિયામાં ઘટાડો થતાં કાર, ટીવી વધારે મોંઘા થાય તેવી શક્યતા

July 26, 2018, 3:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : જીએસટી કાઉન્સિલની બેઠકમાં હાલમાં જ ટેક્સમાં કાપ મુકવામાં આવ્યા બાદ એવી અપેક્ષા જાગી હતી કે, ટીવી અને કાર જેવી ચીજા સસ્તી થશે પરંતુ આના ઉપર હવે પાણી ફરી જાય તેવી શક્યતા છે. આનું મુખ્ય કારણ એ છે કે, રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે આ પ્રોડક્ટ સાથે જાડાયેલા પાર્ટની આયાત મોંઘી સાબિત થઇ રહી છે. હવે ટીવી અને કાર બનાવતી કંપનીઓ કિંમતોમાં વધારો કરવા વિચારણા કરી રહ્યા છે.

અમેરિકામાં વ્યાજદરમાં થયેલા વધારા અને ટ્રેડવોરના પરિણામ સ્વરુપે અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે. છેલ્લા કેટલાક મહિનામાં ડોલરમાં મજબૂતી આવી છે. રૂપિયાની સરખામણીમાં ડોલર ખુબ મજબૂત થઇ રહ્યો છે. રૂપિયો હાલના દિવસોમાં એશિયામાં સૌથી નિરાશાજનક દેખાવ કરનાર કરન્સી પૈકી એક છે. આ સ્થિતિથી સંકેત મળે છે કે, રૂપિયામાં ઘટાડાનો દોર આગામી થોડાક દિવસ સુધી જારી રહી શકે છે. રૂપિયામાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે આયાત મોંઘી થઇ છે. સ્થાનિક કંપનીઓ માટે ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે. મારુતિ સુઝુકીના સિનિયર અધિકારી કાલ્સીનું કહેવું છે કે, રૂપિયામાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની ગઈ છે. કિંમતોમાં મૂલ્યાંકન કરી શકાય છે.