loader

Breaking News


Home > Gujarat > ગીરના સિંહોને વાઇરસથી બચાવવા માટે અન્ય સ્થળે મોકલવામાં આવે તેવી શક્યતા


Foto

ગીરના સિંહોને વાઇરસથી બચાવવા માટે અન્ય સ્થળે મોકલવામાં આવે તેવી શક્યતા

Oct. 13, 2018, 10:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, આમદાવાદ : ગુજરાતના ગીર જંગલની દલખાણીયા રેન્જમાં 23 સિંહોનાં મોત બાદ હવે વધુ 21 સિંહો કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ગ્રસ્ત જોવા મળ્યા છે. અન્ય સિંહોને તેનાથી બચાવવા માટે વન વિભાગ તેમને અન્ય સ્થળે મોકલવાનો વિચાર કરી રહ્યા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચનાં જણાવ્યા મુજબ 23 સિંહોની કેનાઇલ ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થયા બાદ બાકી 27 સિંહોનાં સેમ્પલ આઈસીએમઆરમાં મોકલવામાં આવ્યા છે. તપાસ બાદ આ 27 સિંહોમાંથી 21 સિંહોમાં સીડીવી વાઇરસ મળી આવ્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે સિંહોમાં આ વાઇરલ ફેલાઈ રહ્યો છે. સંભવ છે કે ગીર જંગલમાં રહેનારા અન્ય સિંહોમાં પણ આ વાઇરસ ફેલાઈ રહ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સિંહોમાં આ વાઇરસને ફેલાતો અટકાવવા માટે હાલ સરકારે સિંહોને ગીરના જંગલથી અન્ય સ્થળે સ્થાનાંતરિત કરવા જોઈએ.