loader

Breaking News


Home > Gujarat > ગીરમાં સિંહોનો મૃત્યુઆંક ૧૬ ઉપર પહોંચ્યો, તટસ્થ તપાસની માંગ કરાઈ


Foto

ગીરમાં સિંહોનો મૃત્યુઆંક ૧૬ ઉપર પહોંચ્યો, તટસ્થ તપાસની માંગ કરાઈ

Oct. 1, 2018, 4:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત્ રહેવા પામ્યો છે. દલખાણીયા રેન્જ હેઠળ રહેલા ૭ સિંહણોનું રેસ્કયુ કરી જસાધાર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ તેમાં વધુ બે સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજતા ગીરમાં સિંહોનો કુલ મૃત્યુઆંક ૧૬ થયો છે, જેને પગલે રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

હજુ ગઇકાલે જ વનમંત્રી ગણપત વસાવાએ સિંહોના મોતને લઇને સમગ્ર મામલે વનવિભાગનો બચાવ કર્યો હતો. એટલું જ નહી, વન વિભાગની ટીમ દિવસ-રાત દોડધામ કરી રહી છે અને સબ સલામતના દાવા કર્યા હતા પરંતુ વન વિભાગની દોડધામ વચ્ચે પણ સિંહોના મોત નીપજી રહ્યા હોઇ સરકાર અને વનવિભાગની કામગીરી અને ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં આ સમગ્ર મામલે ઉંડી અને ઝીણવટભરી તટસ્થ તપાસની માંગણીઓ ઉઠી રહી છે. ગીર પંથકમાં વધુ બે સિંહણના મોત મામલે જસાધાર રેન્જના આરએફઓ પંડ્‌યાએ જણાવ્યું હતું કે, દલખાણીયા રેન્જમાંથી ૭ સિંહણ અને એક સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે જસાધાર રેન્જમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગઇકાલે સવારે બે સિંહણના મોત નીપજતા હાલ એક સિંહબાળ અને પાંચ સિંહણ સારવાર હેઠળ છે.