loader

Breaking News


Home > National > શરાબના નશામાં ચુર જનતા ભાજપને હરાવશે : માયાવતી


Foto

શરાબના નશામાં ચુર જનતા ભાજપને હરાવશે : માયાવતી

April 20, 2019, 2:54 p.m.
      Whatsapp   

સમાજવાદી પાર્ટીનાં મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી ગેસ્ટહાઉસ કાંડના ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા હતાં. યુપીનાં મૈનપુરીમાં બંન્ને એક જ મંચ પર દેખાયા હતાં. માયાવતી ગેસ્ટ હાઉસ કાંડને ભુલાવીને સમાજવાદી પાર્ટીનાં ગઢ મૈનપુરીમાં મુલાયમ સિંહ માટે વોટ માંગવા પોહ્ચ્યા હતા.

રેલીને સંબોધિત કરતા મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, 'ઘણાં વર્ષો પછી હું અને માયાવતી એક મંચ પર છીએ. આ ઘણી ખુશીની વાત છે. અમારે એક મંચ પર રહેવું પડશે. મેનપુરીથી હું ઘણીવાર સાંસદ તરીકે ચુંટાયો છે. આ અમારૂં ઘર છે. હવે છેલ્લી વખત તમારા કહેવાથી હું લડી રહ્યો છું. હું આજે વધારે ભાષણ નહીં આપુ. આ વખતે મને પહેલા કરતા વધારે વોટ આપીને જીતાડજો.' આ ઉપરાંત માયાવતીએ પણ કહ્યું કે, 'મોદીએ અમારા ગઠબંધનને 'સરાબ'ની સાથે સરખાવ્યું હતું, જેના નશામાં ચૂર જનતા BJPને હરાવશે.'