loader

Breaking News


Home > National > Live પરિણામ :કૈરાનામાં મહાગઠબંધન આગળ, ૧૪,૪૮૧ વોટની મળી લીડ


Foto

Live પરિણામ :કૈરાનામાં મહાગઠબંધન આગળ, ૧૪,૪૮૧ વોટની મળી લીડ

May 31, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ઉત્તર પ્રદેશ : દેશમાં લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકો પર પેટા ચુંટણીનાં પરિણામો જાહેર ર્ગી રહ્યા છે. આજે સવારે ૮ વાગ્યાથી મત ગણતરી શરુ થઇ ગઈ છે. આ બેઠકો પર સોમવારે વોટીંગ થયું હતું. લોકસભાની ચાર બેઠકોમાં ઉત્તર પ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની ભંડારા - ગોદીયા અને પાલઘર તેમજ નાગાલેંડની એક બેઠક સામેલ છે.

કૈરાનામાં RLD ૧૪૪૮૧ વોટથી આગળ ચાલી રહ્યુ છે. ત્રણ રાઉન્ડ સુધી આરએલડીની તબસ્સુમ હસનને ૫૫,૦૮૨ વોટ મળ્યા છે તો ભાજપનાં મૃગંકા સિંહને ૪૫,૩૮૬ વોટ મળ્યા છે. પાલઘરમાં ભાજપનાં ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે ત્યારે શિવસેના બીજા નંબરે છે.