loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં 26 સાંસદોમાં એલ.કે.આડવાણી અને વિઠ્ઠલ રાદડિયાએ સંસદમાં સાવલો પુછવામાં કરી કંજૂસી


Foto

ગુજરાતનાં 26 સાંસદોમાં એલ.કે.આડવાણી અને વિઠ્ઠલ રાદડિયાએ સંસદમાં સાવલો પુછવામાં કરી કંજૂસી

May 26, 2018, 12:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ચુંટણીનો સમય આવે એટલે વોટ માંગવા જે નેતાઓ ઘરે આવી જાય છે, મોટા મોટા વાયદાઓ કરી જાય છે તે ચુંટણી પૂર્ણ થતા અચાનક ગાયબ થઇ જાય છે. લોકો પોતાના પસંદગીનાં ઉમેદવારથી આશા રાખે છે કે તેને લગતા, તેના શહેરને લગતા અને તેના વિસ્તારને લગતા પ્રશ્નોને વાંચા મળશે. પરંતુ શું તે થાય છે ખરું? 2014માં યોજાયેલી 16મી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાંથી 26 સાંસદો ચુટાયા જે તમામ બીજેપીનાં હતા. તે પૈકી ગાંધીનગરનાં સાંસદ એલ.કે.આડવાણી અને પોરબંદરનાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ ભાજપનાં 4 વર્ષમાં સંસદમાં કોઇ એક સવાલ પણ પુછવો જરૂરી સમજ્યો નથી.



ગુજરાતનાં સાંસદોએ સરેરાશ 242 સવાલો પુછ્યા છે. જ્યારે તેમની સરેરાશ હાજરી 84% રહી હતી. જનતા પોતાના ચુંટાયેલા ઉમેદવારથી આશા રાખે છે કે તેમના પ્રશ્નોને વાંચા મળશે અને તેના નિરાકરણ માટે જરૂરી પગલા લેવામાં આવશે, પણ જો તેમના મહત્વનાં મુદ્દાઓ, સવાલોને સંસદમાં રજૂ જ કરવામાં ન આવે તો? તેવો જ કિસ્સો ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં સાંસદ એલ.કે.આડવાણી અને પોરબંદરનાં સાંસદ વિઠ્ઠલ રાદડિયા દ્વારા કરવામાં આવ્યો છે. એક સમયે ભાજપનાં પીએમ ઇન વેઇટીંગ કહેવાતા એલ.કે.આડવાણી સંસદમાં પ્રશ્નો પુછવામાં ભારે કંજૂસી કરી રહ્યા હોય તેવા તેમના આંકડાઓ સામે આવ્યા છે. બીજી તરફ વિઠ્ઠલ રાદડિયા પણ સવાલો પુછવામાં પાછી પાની કરી હોય તેમ લાગી રહ્યુ છે.

આડવાણીનાં સાંસદ તરીકેનાં સાધારણ દેખાવને ટક્કર મારતા સાંસદ વિઠ્ઠલ રાદડિયા જેમની સંસદમાં સરેરાશ હાજરી લગભગ 16% રહી હતી. તદઉપરાંત તેમણે સંસદમાં એકપણ સવાલ પુછ્યા નથી અને કોઇ પણ ચર્ચામાં ભાગ પણ લીધો નથી. ત્યારે સવાલ ઉભો થાય છે કે પ્રજાનાં મતે ચુંટાયેલા સાંસદો શું મન મરજીનાં માલિક છે, તેમને પ્રજાનાં પ્રશ્નોથી કોઇ મતલબ નથી, શું નેતા માત્ર વોટ માંગવાનું જ કામ કરશે?