loader

Breaking News


Home > National > ૨૦૧૯ માં લોકસભા ચુંટણીની સાથે ૧૧ રાજ્યોમાં ચુંટણી કરાવી શકે છે કેન્દ્ર સરકાર


Foto

૨૦૧૯ માં લોકસભા ચુંટણીની સાથે ૧૧ રાજ્યોમાં ચુંટણી કરાવી શકે છે કેન્દ્ર સરકાર

Aug. 14, 2018, 10:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એક દેશ એક ચુંટણી મુજબ લોકસભા અને વિધાનસભા ચુંટણીને એક સાથે કરાવવામાં ભલે મોદી સરકાર અને ચુંટણી પંચ સમક્ષ બંધારણીય સમસ્યાઓ હોય પરંતુ ભાજપનાં સુત્રોનાં જણાવ્યા મુજબ ૨૦૧૯ માં લોકસભાની સાથે જ એક ડઝનથી વધુ રાજ્યોની વિધાનસભાની ચુંટણી કરાવીને એક દેશ એક ચુંટણીનું ઉદાહરણ રજુ કરી શકે છે. ભાજપનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ માટે સંવિધાન સંસોધન અથવા ચુંટણી નિયમોમાં કોઈ મોટું સંશોધન કરવાની જરૂર નહી પડે.

લોકસભા ચુંટણી બાદ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડની વિધાનસભા ચુંટણી ઓક્ટોમ્બર ૨૦૧૯ માં થશે. આ રાજ્યોમાં ભાજપની સરકાર છે અને અહી BJP અગાઉ ચુંટણી કરાવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે અને અહી પણ આવતાં વર્ષે ચુંટણી કરાવવામાં કોઈ સમસ્યા નથી. આ ઉપરાંત સામાન્ય રીતે લોકસભા ચુંટણી સમયે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તેલંગણાની વિધાનસભાની ચુંટણીઓ દરવખતે યોજાતી હોય છે.