loader

Breaking News


Home > National > લોકસભા ચુંટણી પહેલા હરિયાણામાં ભાજપને લાગ્યો મોટો ઝટકો


Foto

લોકસભા ચુંટણી પહેલા હરિયાણામાં ભાજપને લાગ્યો મોટો ઝટકો

July 30, 2018, 10:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, હરિયાણા : વર્ષ ૨૦૧૯ લોકસભા અને વિધાનસભા ચુંટણી અગાઉ ભાજપને હરિયાણામાં મોટો ઝટકો લાગ્યો છે. કુરુક્ષેત્રનાં સાંસદ રાજ્કુઅર સૈનીએ ભાજપથી છુટા પડીને નવો પક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમની પાર્ટીનું નામ લોકતંત્ર સુરક્ષા પાર્ટી હશે. તેઓ રાજ્યમાં ભાજપનાં ઓબીસી ચહેરા તરીકે ઓળખાય છે.

સૈનીએ જણાવ્યું હતું કે બે સપ્ટેમ્બરનાં રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનાં દિવસે પાણીપતની ઐતિહાસિક ધરતી પર તેમની નવી પાર્ટીની જાહેરાત કરવામાં આવશે. સૈનીએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી હરિયાણાનીબધી ૧૦ લોકસભા અને ૯૦ વિધાનસભા બેઠકો પર ચુંટણી લડશે. તેમણે જણાવ્યું હતું કે આ લડાઈ સત્તાપરિવર્તન કરતાં સામાન્ય જનતાને ન્યાય અપાવવાની વધુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા આપવામાં આવશે.