loader

Breaking News


Home > Gujarat > લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ઉકળતો ચરુ જોતાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા


Foto

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ઉકળતો ચરુ જોતાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા

June 16, 2018, 5:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ડાકલાં વાગી રહયા છે. ચૂંટણીને આડે હવે મંદ એક વર્ષ બાકી છે ત્યારે જ્યાં જ્યાં ભાજપ વિધાનસભામાં સત્તા ભોગવી રહ્યો છે તેવા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં તેમનો ગ્રાફ ખાસો નીચે જઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા બે ડિજિટમાં આવી ગઈ છે અને કોંગ્રેસ મજબૂત થઇ રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની મજબૂતાઈ જોતા ભાજપ માટે 26 માંથી 26 બેઠકો જાળવી રાખવી અઘરી છે.

લોકસભામા વર્ષોથી ચૂંટાતા એવા લાલકૃષ્ણ આડવાણી ચૂંટણી બાદ દેખા ના દેતા આખરે માછલાં તો કાર્યકરો પર જ ધોવાતાં હોય છે ત્યારે 22 વર્ષથી એકહથ્થુ શાસન સંભળાતા ભાજપ માટે ડબલ ડિજીટમાં ચુંટાયેલ ધારાસભ્યોને સાચવવા પણ ચિંતાનો વિષય છે.

લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોથી લઈને ધારાસભ્યોને દોડતા કરવા હોય તો નવા મંત્રીમંડળનું વિસ્તરણ તથા બોર્ડ - નિગમોમાં ધારાસભ્યો અને કાર્યકરોને સ્થાન આપવામાં આવે તો ભાજપને ઓક્સિજન મળી શકે તેમ છે ત્યારે 25 અને 26 જૂનના રોજ ચિંતન બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ હાજર રહેતા મંત્રીમંડળનું વિસ્તરણ તથા બોર્ડ નિગમોમાં ધારાસભ્યો, કાર્યકરોને સમાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાની સંભાવના ભાજપના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિસકોલ કરો અને ભાજપના કાર્યકરો બનો જે આજે વડાપ્રધાનના કાર્યક્રમો, મુખ્યમંત્રીના ઉદ્ઘાટન પ્રસન્ગે જે ભાજપના કાર્યકરોની હાજરી હતી તે હવે પાંખી થઇ રહી છે.

વધુમાં કામ ના થતા કાર્યકરો પણ તમામ કાર્યક્રમોથી વિમુખ થતા તેમનામાં ઓક્સિજનનો સંચાર લાવવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં યોજાનારી ચિંતન બેઠક બાદ થોડા જ દિવસોમાં ધડાકો કરે તો નવાઈ નહિ તેવી માહિતી ભાજપના સૂત્રો દ્વારા મળવા પામી છે.