loader

Breaking News


Home > National > લોકસભા-રાજ્ય વિધાનસભા ચૂંટણી એક સાથે થાય તો ઉપયોગી બનશે : રજનીકાંત


Foto

લોકસભા-રાજ્ય વિધાનસભા ચૂંટણી એક સાથે થાય તો ઉપયોગી બનશે : રજનીકાંત

July 16, 2018, 4:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ચેન્નાઇ : દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાને લઇને છેડાયેલી ચર્ચામાં સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત પણ કુદી ગયા છે. દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તરફેણ રજનીકાંતે પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત સાથે રજનીકાંત પણ સહમત દેખાયા છે. એક દેશ એક ચૂંટણીની માંગનું સમર્થન કરીને રજનીકાંતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

આગામી તમિળનાડુ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરનાર રજનીકાંતે આજે કહ્યું હતું કે, તેઓ એક દેશ એક ચૂંટણીનું સમર્થન કરે છે. કારણ કે આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે. આ પહેલા દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાને લઇને ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિનું સમર્થન મળી ચુક્યું છે. બીજી બાજુ ડીએમકે દ્વારા આને બંધારણના મૂળભૂત માળખાના વિરુદ્ધમાં ગણાવીને ટિકા કરી છે. થોડાક દિવસ પહેલા જ કેન્દ્રીય ચૂંટણી પંચે બે દિવસની બેઠક યોજી હતી જેમાં તમામ રાષ્ટ્રીય પક્ષો અને રાજ્યોની માન્યતા પ્રાપ્ત પાર્ટીઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા. એક સાથે ચૂંટણી યોજવાને લઇને તેમના અભિપ્રાય જાણવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.