loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરમાં બિલ્ડરોને લાભ કરાવવા વર્ષોથી પડતર દુકાનોની હરાજી પેન્ડિંગ


Foto

ગાંધીનગરમાં બિલ્ડરોને લાભ કરાવવા વર્ષોથી પડતર દુકાનોની હરાજી પેન્ડિંગ

Oct. 23, 2018, 4 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં બે વિભાગો પડી ગયા છે. જેમાં એક ન્યુ ગાંધીનગર અને જુનુ ગાંધીનગર. ત્યારે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારે તમામ ગ્રામ્ય , જિલ્લા, તાલુકાઓનો વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે. ત્યારે રાજ્યમાં રાજકોટ હોય તો રુડા, ભાવનગર હોય તો ભુડા, વડોદરા વુડા, અમદાવાદ ઔડા, ગાંધીનગરને ગુડા તરીકે પ્રચલિત છે ત્યારે ગુડા દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યા છે તેમાં રહેવાસીઓથી લઈને તમામની હાલત કફોડી થી ગઈ છે.

ગુડા દ્વારા રાયસણ, ચિલોડા, અડાલજ ખાતે જે નાના વર્ગ માટે જે આવાસો બનાવાવામાં આવ્યા છે ત્યાં માત્રો વાતચ વિકાસોની પણ કોઈ જ વિકાસ થયેલો નથી ત્યાર ેગુડા દ્વારા જે લાભ માટે આ દુકાનોની હરાજી કરવામાં આવી નહીં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ભલે બિલ્ડરો આજે ૨૫ થી ૩૦ લાખ રૂપિયામાં દુકાનો વેચવા તડીમાર તૈયારીઓ આરંભીને ૭૦ ટકા દુકાનો સેલ કરી નાંખી છે ત્યારે ગુડા દ્વારા બિલ્ડર કરતાં પણ સારી ક્વોલિટીની બનાવેલી દુકાનો આગળ ઝાડવા, કચરો અને શરટલોને કાટ લાગી ગયો છે તથા હવે આ દુકાનો પણ અસામાજિક તત્વોના અડ્ડા અને પાર્કિંગ બની ગઈ છે.

ગુડા દ્વારા પડેલા વાવોલ ખાતે સ્વામી વિવેકાનંદ બજાર ઊભું કરવામાં આવ્યું હતું અને બેશક સારું પણ બનાવવામાં આવ્યું હતું ત્રે એ દુકાનો હાલ ચાલી રહી છે અને ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે અને ગુડા દ્વારા ચિલોડા, રાયસણ, અડાલજ ખાતે બનાવેલી તમામ દુકાનોને કાટ લાગી ગયો છે અને સરકાર દ્વારા વિકાસની વાતો અને નાના વર્ગને સમાવવા માટે મકાનો તો બાંધ્યા પણ કરીયાણું, ચીજવસ્તુ, દુધ, ઘઉં દળાવવા માટે ઘંટી, દવાની દુકાનો થી લઈને અને શોપિંગની જરૂરીયાતો છે જેગુડા દ્વારા અગાઉના પ્રશ્ને લક્ષમાં રાખીને દુકાનો તો બાંધ રહીશોની પણ માંગણી ઊઠવા પામી છે કે આ દુકાનો વહેલાસર શરૂ થાય તો જ ડેવલપમેન્ટને પાંખો આવશે ત્યારે ગુડાની સામે જ રાયસણ પાસે એક બિલ્ડર દ્વારા દુકાનો, મકાનો, ઓફિસો બનાવી તે ૧ વર્ષથી વેચાતી ન હતી પણ ગુડાની આવાસની કારણે ગુડા દ્વારા મોટઆભાગની ૭૦ ટકા દુકાનો વેચાઈ ગઈ છે અથવા તો ભાડે અપઆઈ ગઈ છે ત્યારે ગુડા દ્વારા આવી ચિલોડા, રાયસણ, અડાલજ ખાતે બનાવેલી દુકાનોનો કોઈ જ પ્રકારની હરાજીની કાર્યાવાહી ના કરતાં રહેવાસીઓ પણ ત્રાહિમામ થઈ ગયા છે.

વસાહતીઓને ચીજવસ્તુ લાવવા પણ ૪ કિમી થવું પડે છે. જા દુકાનો શરૂ થઈ ગોય તો વિકાસને પણ વેગ મળે તેમ છે અત્યારે ગુડાના આવાસોમાં રહેતા વસાહતીઓની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ગુડા દ્વારા જે કોન્ટ્રાક્ટ કંપની હતી ત્. એમએસકે પ્રોજેકટ તે કંપની કામગીરીમાં મોટાભાગે વેઠ ઉતારેલી છે ત્યારે ગુડાના આવાસોમાં દરેક મકાનોમાં બાથરૂમ થી લઈને શૌચાલયો આ કંપનીની જે ગેરંટી પીરીયડ છે તેમાં પણ તે કંપની કોઈ જવાબ આપતી નથી ત્યારે હજુ ગુડાને આ કંપનીને જે પેમેન્ટ ચુકવવાનું ઘણું બાકી છે પણ અત્યારે કંપની અને ગુડાની લડાઈમાં રહેવાસીઓનો ખો નીકળી ગયો છે ત્યારે નવા વરાયેલા ચેરમેન અમરાણીએ પણ આ સથ્ળોની મુલાકાત લેવાની તાતી જરૂરી છે અને શું રપ્રશ્નો છે તે પણ જાણીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવો તેવી પણ બુલંદ માંગ ઊઠવા પામી છે.