loader

Breaking News


Home > National > અયોધ્યામાં બનાવશે ભગવાન રામની 152 મીટર ઊંચી પ્રતિમા, સ્થળ થયું નક્કી


Foto

અયોધ્યામાં બનાવશે ભગવાન રામની 152 મીટર ઊંચી પ્રતિમા, સ્થળ થયું નક્કી

July 23, 2018, 11:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : અયોધ્યામાં રામ મંદિરને લઈને ભલે હજુ સંશય હોય પરંતુ ભગવાન રામની મોટી અને ભવ્ય પ્રતિમા ક્યાં બનશે તે નક્કી થઇ ગયું છે. અયોધ્યામાં નેવી અયોધ્યા પ્રોજકેટ અંતર્ગત 108 મિટર ઊંચી ભગવાન રામની પ્રતિમા લગાવવા માટે સરયૂ નદી પાસે કિન હો મેમોરિયલ પાસે એક જગ્યા પસંદ કરવામાં આવી છે.

પ્રતિમા ભલે 108 મિટરની લગાવવામાં આવે પરંતુ તેનું પેડસ્ટલ લગભગ 44 મીટરનું હશે જેથી આ પ્રતિમાની કુલ ઊંચાઈ 152 મીટર થઇ જશે. તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે રામની પ્રતિમા કોરિયાની રાણીની નજીક લગાવવામાં આવશે. ભગવાન રામની પ્રતિમા માટે આર્ટિટેક્ટ પસંદ કરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સાથે તેની મંજૂરીની પ્રકિયા પણ શરુ થઇ જશે.