loader

Breaking News


Home > Health > એક ગ્લાસથી વધુ ફ્રુટ જ્યુસ લેવાથી થઇ શકે છે આરોગ્યને નુકસાન


Foto

એક ગ્લાસથી વધુ ફ્રુટ જ્યુસ લેવાથી થઇ શકે છે આરોગ્યને નુકસાન

May 9, 2018, 1:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આરોગ્ય માટે જાગૃત હોઈએ અને દરેક વાનગી આરોગ્યને ધ્યાનમાં રાખીને લેતા હોઈએ તો પણ અનેક વાનગીઓમાં ધ્યાન બહાર રહી જતી ખાંડ બધા આયોજનનો દાટ વાળીને માંદા પાડી શકે છે તેમ તાજેતરમાં ખોરાક અને પોષણનાં નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગળપણ છોડી દીધું હોય, કોલ્ડડ્રિંક અને જ્યૂસ ઓછા કરી દીધા હોય તો પણ બિસ્કિટ, જામ સેન્ડવિચ, હની એન્ડ ઓટ ગ્રેનોલા બાર જેવી અનેક વાનગીઓ દ્વારા પાછલા બારણેથી ખાંડ ખોરાકમાં આવી જાય છે. માટે આરોગ્યપ્રદ ખોરાક લેવાનું અભિયાન ચલાવતા હો ત્યારે દરેક વાનગીમાં કયા કયા પદાર્થો કેટલા પ્રમાણમાં છે તે તપાસીને જ નાસ્તો અને ભોજનનું આયોજન કરો.



આ નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે ગળપણ વનસ્પતિ અને ફળ દ્વારા મળતું હોય તો શરીરને કોઈજાતનું નુકસાન નથી કરતું. નુકસાન માત્ર ખાંડથી થાય છે. ખાંડ એટલે કરિયાણાવાળાની દુકાનેથી આવતા સફેદ દાણા એવું માનવાની ભૂલ જ ગરબડ કરી દે છે. વસ્તુના નામમાં અંતે ઓએસઇ આવતું હોય તે બધું જ પ્રોસેસ ગળપણ છે અને તે નુકસાનકારક છે. ગ્લુકોઝ, માલ્ટીઝ, સુક્રોઝ, કુકટોઝ, માલ્ટોડેકસ્ટ્રીન, મધ, કોઈપણ જાતનું સિરપ, ઓર્ગેનિક કહેવાતી અથવા બ્રાઉન કહેવાતી ખાંડ અને ગોળ બધું જ પ્રોસેસ થયેલું ગળપણની કક્ષામાં આવે છે અને તે જરાય વધુ ખવાઈ જાય તો નુકસાન કરે છે. દરેક વાનગીને રંગની નિશાની કરી દેવી જેથી તેમાં ગળપણ કેટલું છે તેની ખબર પડે. દર ૧૦૦ ગ્રામે ૧૨.૫ ગ્રામ ગળપણ હોય તો વધુ કહેવાય તેને લાલ રંગ આપવો. પાંચ ગ્રામથી ઓછું ગળપણ હોય તો તે સલામત કહેવાય. તેને લીલો રંગ આપવો. અનેક વાનગીઓ એક જ વખતમાં આખા દિવસનું ગળપણ, ચરબી અને મીઠું આપી દે છે. આવી વાનગીઓ ખાસ જુદી રાખવી જાઈએ. સેન્ડવીચ તાજી બનાવડાવીને ખાવી, તૈયારમાં ગળપણ અને મીઠું તથા માખણ હોય છે. ફ્રૂટ જ્યુસ દિવસમાં એક ગ્લાસથી વધુ ન લેવું જાઈએ.