loader

Breaking News


Home > National > જેટલું કાદવ ઉછાળશો તેટલું કમળ ખીલશે, PM મોદીનો વિપક્ષને જવાબ


Foto

જેટલું કાદવ ઉછાળશો તેટલું કમળ ખીલશે, PM મોદીનો વિપક્ષને જવાબ

Sept. 25, 2018, 4:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભોપાલ : મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આજે ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તા મહાકુંભનું આયોજન કર્યું હતું આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણે ભાજપના કાર્યકર્તાઓ છીએ તે સૌભાગ્યની વાત છે. ભાજપનો દરેક કાર્યકર્તા દેશની સેવા કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે દીનદયાળજીનું શતાબ્દી વર્ષ કોઈ મોટા કાર્યક્રમ નહિ પરંતુ લોકોની સેવા કરીને માનવી રહયા છીએ. આજે આપણી પાર્ટીની 19 રાજ્યોમાં સરકાર છે અને આપણે વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જેટલું વધુ કીચડ ઉડાડશો તેટલુ તેટલું જ કમળ ખીલશે. તેઓએ કહ્યું હતું કે દેશમાં વોટબેન્કની રાજનીતિએ સમાજને ઉધઈની માફક કોરી ખાધો છે. આઝાદીના 70 વર્ષમાં જે બરબાદી થઇ તેનાથી દેશને બચાવવો હોય તો વોટબેન્કની રાજનીતિ ખતમ કરવી પડશે.