loader

Breaking News


Home > Health > ઓછી ઉંઘ બને છે સ્વાસ્થ્ય માટે હાનિકારક


Foto

ઓછી ઉંઘ બને છે સ્વાસ્થ્ય માટે હાનિકારક

March 26, 2018, 8:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સ્વાસ્થ્યને સારુ બનાવવા માટે આપણે બધા ઘણી મહેનત કરતા હોઇએ છીએ. કોઇ સવારે ઉઠીને જીમમાં એક્સરસાઇઝ કરવા જાય છે તો કોઇ દોડવું કે ચાલવું પસંદ કરતા હોય છે. ઘણા લોકો સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ફળો અને શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરતા હોય છે. શું તમે જાણો છો કે આ કાર્યો દરરોજ કરવામાં આવતા હોવા છતા પણ તમારુ સ્વાસ્થ્ય ખતરા મુકાઇ શકે છે? તેનું સૌથી મોટુ કારણ ઓછી ઉંઘ છે.




ઓછી ઉંઘની આરોગ્ય પર સીધી અસર થતી જોવા મળી છે. રાત્રે મોડા ઉગી જતા લોકો અને સવારે વહેલા ઉઠી જતા લોકોમાં સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા હોય છે. ડૉક્ટર્સનાં કહેવા અનુસાર, સારુ જીવન જીવવા માટે સારુ આરોગ્ય જરૂરી છે અને સારા આરોગ્ય માટે પુરતી ઉંઘ ખૂબ જ જરૂરી છે. જે લોકો પુરતી ઉંઘ લેતા નથી તેવા લોકોને ઘણી બિમારીઓ થવાનો ખતરો વધી જાય છે. જેમાં હ્રદય સાથે સંબંધિત બિમારીનો સમાવેશ થાય છે.

લંડનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે, જે લોકો રાત્રે 6 કલાકથી ઓછી ઉંઘ લે છે તેમને હ્રદયની બિમારી થઇ શકે છે અને ઘણીવાર તે બિમારી મૌતને ભેટી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ એ.બી.મહેતા કહે છે કે, હાર્ટ એટેક સાથે હોસ્પિટલનાં ઇમરજન્સી રૂમમાં પહોચેલા 60 ટકાથી વધારે દર્દીને તેઓને હાર્ટ રોગ થશે તેવી ગણતરી પણ હોતી નથી. મોટા ભાગનાં કેસોમાં વધારે પડતી શારીરિક કસરત અને ઓછી ઉંઘ પણ હાર્ટ સાથે સંબંધિત રોગો માટે જવાબદાર છે. જો તમે પણ સારા સ્વાસ્થ્યની માંગ કરો છો તો ઉંઘમાં કંજૂસી ન કરી બિમારીઓને ટાટા-બાયબાય કહી શકો છો.