loader

Breaking News


Home > National > લખનૌ શૂટઆઉટ : અંકલ પ્લીઝ ગોળી ના મારતાં, પોસ્ટર વાઇરલ


Foto

લખનૌ શૂટઆઉટ : અંકલ પ્લીઝ ગોળી ના મારતાં, પોસ્ટર વાઇરલ

Oct. 1, 2018, 12:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : લખનૌમાં થયેલ વિવેક તિવારી હત્યા મુદ્દે લોકોની નારાજગી વધી જોવા મળી રહી છે. આ મુદ્દે લખનૌ, બનારસ સહીત અન્ય શહેરોમાં કાર પર વિવેક તિવારી અમર રહોના સ્ટીકર જોવા મક્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ઘણા પોસ્ટર વાઇરલ થઇ રહયા છે જેમાં બાળકો કઈંક પોસ્ટર લઈને ઉભા રહેલાં નજરે ચડી રહ્યાં છે. આ પોસ્ટર પર લખેલું છે કે પોલીસ અંકલ, તમે ગાડી રોકશો તો પાપા રોકાઈ જશે, પ્લીઝ ગોળી ના મારતા.

આ ઘટના બાદ લોકો ખુબ જ ડરેલા છે. લોકોનું કહેવું છે કે જે રીતે પોલીસ તરફથી વિવેકની ગાડી ના રોકવાને કારણે ગોળી મારવામાં આવી તેનાથી નાના - મોટા તમામ લોકોમાં ડરનો માહોલ છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૃતકની પત્નીને મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પરિવારની તમામ જરૂરિયાતોને સરકાર પુરી કરશે. જો કે આ ઘટના બાદ યુપીમાં કાયદો અને વ્યવસ્થા કેટલી તકલાદી છે તેનો સમગ્ર દેશને ખ્યાલ આવી ગયો છે.