loader

Breaking News


Home > Bollywood > માધુરી દિક્ષિત આંતરરાષ્ટ્રીય સંગીતના ક્ષેત્રે શરૂઆત કરશે


Foto

માધુરી દિક્ષિત આંતરરાષ્ટ્રીય સંગીતના ક્ષેત્રે શરૂઆત કરશે

Sept. 6, 2017, 4:18 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડમાં વિતેલા વર્ષોમાં ભારે ધુમ મચાવી ચુકેલી સ્ટાર અભિનેત્રી માધુરી દિક્ષિત હવે આંતરરાષ્ટ્રીય સંગીતમાં પોતાની શરૂઆત કરવા માટે તૈયાર છે. તે ભારે ઉત્સાહિત દેખાઇ રહી છે. માધુરી હવે ધ ફિલ્મ સ્ટાર નામના આલ્બમને લઇને સંગીતની દુનિયામાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

અભિનેત્રી પોતાની સંગીતની શરૂઆત તુ હે મેરા ગીત સાથે કરવા માટે તૈયાર છે. આ સોલો ગીત તેના ચાહકોને સમર્પિત છે. માધુરીએ કહ્યુ છે કે સંગીત હમેંશા તેના હિસ્સા તરીકે છે. તે પોતાના ચાહકો માટે કઇ કઇ નવી કામગીરી કરવા ઇચ્છુક છે. અભિનેત્રી માધુરી દિક્ષિત શાનદાર અભિનેત્રી તરીકે વિતેલા વર્ષોમાં હતી. તે કેટલીક રેકોર્ડ સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચુકી છે. તે પોતાના સમયમાં સુપરસ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે તુ હે મેરા ભારતીય શા†ીય લોક સંગીત અને પશ્ચિમ પોપ લિરિક્સનુ મિલન છે. માધુરી દિક્ષિતે કહ્યુ છે કે ગયા વર્ષે માધુરી દિક્ષિતે તેના પતિ શ્રીરામ નેને અને સૈટ બિસલા વચ્ચે વાતચીત કરીને તમામ બાબતો નક્કી કરી હતી. પોતાના પ્રથમ ગીતના સંબંધમાં વાત કરતા કહ્યુ છે કે પ્રતિભાશાળી લોકોની ટીમ સાથે કામ કરવાની બાબત તેના માટે ખુબ ગૌરવપૂર્ણ રહી છે. માધુરીની તેના સમયમાં અનિલ કપુરની સાથે મુખ્ય ભૂમિકા હતી. તેમની જાડી સુપરહિટ રહી હતી. તેમની સાથે બનેલી તમામ ફિલ્મોહિટ રહી હતી. તેજાબ થી જાડી સુપરહિટ સાબિત થઇ હતી.