loader

Breaking News


Home > National > મધ્યપ્રદેશમાં દબંગોએ દલિત ખેડૂતને જીવતો સળગાવાયો, ચારની ધરપકડ


Foto

મધ્યપ્રદેશમાં દબંગોએ દલિત ખેડૂતને જીવતો સળગાવાયો, ચારની ધરપકડ

June 23, 2018, 4:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ભોપાલ:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ઘાટખેડી ગામમાં ચાર દબંગોએ એક 70 વર્ષીય દલિત ખેડૂત કિશોરીલાલ જાટવને તેની પત્નીની સામે જીવતો સળગાવી દીધો હતો ખેડૂતની પત્ની બુમો પાડી રહી હતી છતાં પણ બદમાશોએ એક ના સાંભળતા ખેડૂતને કેરોસીનની મદદથી જીવતો સળગાવી દીધો હતો ત્યારબાદ ખેડૂતની પત્ની અને તેનો પરિવાર જેમતેમ કરીને કિશોરીલાલને હોસ્પિટલમાં લઈએ જઈને સારવાર આપી પણ ત્યાં સુધીમાં 70 ટકા દાઝેલાં કિશોરીલાલે દમ તોડી દીધો હતો.

કિશોરીલાલનાં પુત્રએ જણાવ્યું હતું કે 2002 માં સરકારે અમને 3.5 એકર જમીન આપી હતી તેની ઉપર અમે ખેતી કરતાં હતાં જોકે આ વર્ષે ગામમાં જ રહેતાં તીરનસિંહ યાદવે અમારી જમણ ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો.ગુરુવારે સવારે માતા તખિયા અને પિતા હતા ખેતરે ગયા હતાં ત્યારે તીરન, તેનો ભત્રીજો સંજુ ,પુત્ર પ્રકાશ અને અન્ય લોકો તેમની જમીન ઉપર વાવણી કરી રહ્યા હતાં કિશોરીલાલે તેનો વિરોધ કરતાં તેમને ચારે જણાએ પકડીને મૂઢ માર માર્યો અને ત્યારબાદ કેરોસીનની મદદથી જીવતાં સળગાવી દેવામાં આવ્યા હતાં તેમની પત્ની લોકોને આજીજી કરતી રહી પણ બદમાશોએ તેમની એક વાત પણ ના સાંભળી.

ગ્રામજનોએ યાદવ પરિવારના ચાર સભ્યોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી જ્યાં સુધી તેઓની ધરપકડ નહિ થાય ત્યાં સુધી કિશીરીલાલની દેહાંતવિધિ નહીં થાય. જો કે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરી દીધી છે અને મોડી સાંજ સુધીમાંતે ચાર બદમાશોની ધરપકડ કરી લીધી હતી.