loader

Breaking News


Home > Health > માઇગ્રેનની સમસ્યાથી મળશે રાહત, કરો આ આસન


Foto

માઇગ્રેનની સમસ્યાથી મળશે રાહત, કરો આ આસન

Sept. 21, 2017, 4:24 p.m.
      Whatsapp   

આજે દુનિયાના દરેક દેશ યોગને પ્રાધાન્ય આપતા બન્યા છે. યોગ એક એવું માધ્યમ છે જે આપણા શરીરને નિરોગી બનાવી શકે છે. જે લોકો માઇગ્રેનની સમસ્યાથી પીડાતા હોય તે નિયમિત યોગથી આ સમસ્યાને આસાનીથી દુર કરી શકે છે.

જે વ્યક્તિ નિયમિત યોગાશન કરે છે તે નિરોગી જીવન જીવે છે. જો તમે યોગ કરશો તો દુર થશે તમારા રોગ. જે લોકો માઇગ્રેનની સમસ્યાથી પિડાતા હોય છે તેમના માટે અર્ધ શીર્ષાસન એક સચોટ અને ચોક્કસ ઇલાજ છે.

અર્ધ શીર્ષાસન કેવી રીતે કરશો?

આ આસન માટે સૌ પ્રથમ વ્રજાસનમાં બેસો. કમરને સીધી કરીને બેસો. આંગળિયોને ઇંટરલોક કરી જમીન પર રાખો. ત્યાર બાદ માથાના ટોચના ભાગને પણ પોતાના હાથ પર રાખી જમીન પર બેસાડો. શ્વાસ લેતા પોતાના ઘૂંટણને ઉઠાવો અને આ સ્થિતિમાં જ્યાં સુધી રહી શકો ત્યાં સુધી રહો. ત્યાર બાદ ધીરે-ધીરે ઘૂંટણને જમીન પર લાવો. શ્વાસ લેતા તમે પોતાના આસનમાં બેસી જાઓ અને આંખ ખોલવાની ઉતાવળ ન કરો. જે લોકોનો વજન કે કદ વધારે હોય તે આ આસન ન કરે અને જો કરવો હોય તો કોઇ અન્ય વ્યક્તિની મદદ વિના ન કરે. આ આસન નિયમિત કરવાથી માઇગ્રેનની સમસ્યાથી બચી શકાય છે.

હાર્દિક શાહ