loader

Breaking News


Home > National > મહારાષ્ટ્રઃ ઔરંગાબાદમાં પાણીને લઇને થયો વિવાદ, બે નાં થયા મૌત


Foto

મહારાષ્ટ્રઃ ઔરંગાબાદમાં પાણીને લઇને થયો વિવાદ, બે નાં થયા મૌત

May 12, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મહારાષ્ટ્ર : 21મી સદીનાં ભારતની ઓળખ બતાવતુ દ્રશ્ય ઔરંગાબાદમાં જોવા મળ્યુ હતુ. જ્યા એક પાણીની બાબતમાં બે પક્ષો વચ્ચે અથડામણ થઇ હતી. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ અથડામણમાં બે લોકોનાં મૌત થયા છે.



મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી દીપક કેસરકરનાં જણાવ્યાં અનુસાર આ સમગ્ર અથડામણમાં બે લોકોનાં મૌત થયા છે અને લગભગ 50 જેટલી ગાડીઓને ફૂંકી કાઢવામાં આવી છે. તે સિવાય 40 જેટલી દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર ખોટી રીતે લગાવવામાં આવેલી પાણીની પાઇપ લાઇન કાપવાથી આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને હરકતમાં આવી ગઇ હતી. વિવાદનો વંટોળ શાંત થયા બાદ પણ પોલીસ ફરી આ પ્રકારની ઘટના ન બને તેની તકેદારી રાખી રહી છે.