loader

Breaking News


Home > National > મહારાષ્ટ્રમાં દલિતોને તળાવમાં નહાવાની મળી સજા, નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવ્યા


Foto

મહારાષ્ટ્રમાં દલિતોને તળાવમાં નહાવાની મળી સજા, નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવ્યા

June 15, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મહારાષ્ટ્ર : દલિતો ઉપર થતા અત્યાચારોને અંકુશમાં લાવવામાં કેન્દ્ર સરકાર નિશ્ફળ સાબિત થઇ રહી છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રનાં વકાડી ગામમાં બનેલી એક ઘટનામાં ત્રણ દલિત છોકરાઓને ગામનાં તળાવમાં નહાવાની સજા આપવામાં આવી હતી. તેમને પહેલા ઢોર માર મારવામાં આવ્યો અને ત્યાર બાદ તેમને નિર્વસ્ત્ર કરી ગામમાં ફરાવવામાં આવ્યા હતા.



તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ દલિત યુવાનોને માત્ર ગામનાં તળાવમાં નહાવાની સજા આપવામાં આવી હતી. પહેલા તેમને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યાર બાદ તેમને નિર્વસ્ત્ર કરી ગામમાં ફરેવવામાં આવ્યા હતા. જો કે આ મામલે મહારાષ્ટ્રનાં સામાજીક કલ્યાણ મંત્રી દિલીપ કાંબલેએ મીડિયાને જણાવ્યું કે, આ સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. વળી બીજી તરફ કેન્દ્રીય સામાજીક કલ્યાણ મંત્રી રામદાસ અઠાવલે આ ઘટનાની નિંદા કરી અને કહ્યુ કે, દોશીઓ સામે કડક પગલા લેવામાં આવશે.

જાતિ અને જ્ઞાતિથી વહેચાયેલા આપણા દેશમાં આજે પણ દલિત સમાજ સન્માનથી જીવન પસાર કરી શકતા નથી. ક્યારેક મંદિરમાં જવા પર રોક કરવામાં આવે તો ક્યારેક મૂંછો વધારી હોય તો મારવામાં આવે તો ક્યારેક લગ્ન પ્રસંગમાં ઘોડી ઉપર બેસવા દેવામાં ન આવે. હજુ પણ આવા કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લઇ રહ્યા જે દેશ માટે શરમજનક બાબત ગણી શકાય. આ પ્રકારની ઘટના જ્યારે સામે આવે ત્યારે આપણા દેશનાં નેતાઓ નિંદા કરતા જોવા મળે છે પરંતુ શું માત્ર નિંદા કરવાથી આ પ્રકારની ઘટનાઓનો અંત આવશે ખરો?