loader

Breaking News


Home > National > મહારાષ્ટ્ર - ગુજરાતમાં ભારે વરસાદ, મુંબઈમાં હાઈ ટાઇડનું એલર્ટ


Foto

મહારાષ્ટ્ર - ગુજરાતમાં ભારે વરસાદ, મુંબઈમાં હાઈ ટાઇડનું એલર્ટ

June 26, 2018, 10:35 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળનાં કેટલાક ભાગોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં પાછલા ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ થયો છે તો ગુજરાતનાં વલસાડમાં ૨૫ ઇંચ વરસાદ થયો છે. આજે મુંબઈમાં લગભગ ૧૧:૪૫ વાગ્યે હાઈ ટાઇડ આવવાનો ખતરો છે તેની લહેર ૪.૦૫ મીટર ઉંચી હોઈ શકે છે જયારે સાંજે ૫ : ૪૦ વાગ્યે લો ટાઇડ આવવાની સંભાવના છે.

કાલે થયેલ વરસાદમાં મુંબઈમાં ૩ અને બાકીના મહારાષ્ટ્રમાં વરસાદ સબંધી અકસ્માતોમાં 5 લોકોના મોત થયા હતા. મુંબઈ એરપોર્ટ રન વે ફ્લાઈટ ઓપરેશન રોકવું પડયું હતું. આ દરમિયાન લગભગ અડધા કલાક સુધી વિમાનોનું આવનજાવન પ્રભાવિત થયું હતું.

ગુજરાતનાં વલસાડમાં ૩૦ કલાકમાં ૨૫ ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાની ઘણી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. આજે પણ વલસાડ, સુરત અને તેની આજુબાજુના વિસ્તારોમાં NDRF ની ટીમો તૈનાત રાખવામાં આવી છે.