loader

Breaking News


Home > National > મહારાષ્ટ્રમાં મરાઠા સંગઠનોએ કર્યુ બંધનું એલાન, મુશ્લિમ સંગઠન દેશે સાથ


Foto

મહારાષ્ટ્રમાં મરાઠા સંગઠનોએ કર્યુ બંધનું એલાન, મુશ્લિમ સંગઠન દેશે સાથ

Aug. 9, 2018, 10:20 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : મહારાષ્ટ્રમાં અનામતની માંગ કરી રહેલા મરાઠા સંગઠનોએ આજે પ્રદેશ બંધનું એલાન કર્યુ છે. તેમની માંગણી સરકારી નોકરીઓમાં અનામત આપવાની છે. બંધનાં એલાનને મુશ્લિમ સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. પ્રદેશમાં કોઇ જાનહાની ન થાય તે માટે પોલીસે પૂરતો બંધોબસ્ત ગોઠવી દીધો છે.



છેલ્લા કેટલાક સમયથી મરાઠા સંગઠન સરકારી નોકરીઓમાં અનામતને લઇને પ્રદર્શન કરી રહી છે. આ પહેલા પણ પ્રદેશમાં મરાઠા સંગઠને બંધનું એલાન કર્યુ હતુ. આ બંધનાં સમર્થનમાં હવે મુશ્લિમ સંગઠન પણ ટેકો આપવા સામે આવ્યુ છે. મરાઠા સંગઠન દ્વારા અનામતની માંગણી તેજ થતા રાજ્ય સરકાર દબાવમાં દેખાઇ રહી છે. આ બંધને ધ્યાનમાં રાખી પોલીસે ખાસ સંવેદનશીલ એરીયામાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસની મદદ માટે ખાસ હોમગાર્ડની ટીમને તૈયારી કરી દેવામાં આવી છે.