loader

Breaking News


Home > National > મહારાષ્ટ્ર બંધ : પુણેનાં સાત જિલ્લામાં ઇન્ટરનેટ - બસ સર્વિસ કરાઈ બંધ


Foto

મહારાષ્ટ્ર બંધ : પુણેનાં સાત જિલ્લામાં ઇન્ટરનેટ - બસ સર્વિસ કરાઈ બંધ

Aug. 9, 2018, 3:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતમની માંગને લઈને શરુ થયેલ મરાઠા અનામત આંદોલન વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે. આજે મરાઠા સંગઠનોએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું। મરાઠી ક્રાંતિ મોરચા સહીતના સંઘઠનોના બંધને કારણે રાજયમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મરાઠા સંગઠનોના વિરોધ પ્રદર્શનને કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે હિંસા અને આગના બનાવો બન્યા હતા જેને કારણે હવે સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. પુનાના સતત જિલ્લામાં ઇન્ટરનેટ અને બસ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પૂનામાં બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે મહારાષ્ટ્ર બંધને નજરમાં રાખીને સંવેદનશીલ સ્થળો પર રેપિડ એક્શન ફોર્સની છ કંપનીઓ તેમજ કેન્દ્રીય ઔધોગિક બળ તેમજ રાજ્યની રિઝર્વ પોલીસ ફોર્સની એક એક કંપની તૈનાત કરી દીધી છે.