loader

Breaking News


Home > Gujarat > જીગ્નશ મેવાણીની આગેવાનીમાં 16 ઓગષ્ટનાં રોજ ગાંધીનગરમાં યોજાશે મહારેલી


Foto

જીગ્નશ મેવાણીની આગેવાનીમાં 16 ઓગષ્ટનાં રોજ ગાંધીનગરમાં યોજાશે મહારેલી

Aug. 14, 2018, 11:34 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ભાનુભાઇ વણકરને આત્મવિલોપન કરે 6 મહિના પૂરા થવા આવ્યા છે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલી બાંહેધરીને પૂરી કરવામાં સરકારે ગણી કચાસ રાખી છે. જેના કારણે 16 એગષ્ટનાં રોજ ગુજરાત રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં વડગામ ધારાસભ્યની આગેવાની હેઠળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા દલિત આગેવાનો સરકારે આપેલી બાંહેધરીનો જવાબ માંગશે.ગત તારીખ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮નાં રોજ પાટણ જલાના દદુખા ગામનાં દલતોની જમીનનાં વર્ષોથી સઘંર્ષ કરતા અગ્રણી દલિત કર્મશીલ ભાનુભાઈ વણકરને જ્યારે સરકારે કોઈ જવાબ ન જ આપ્યો ત્યારે હારીથાકીને તેમને આત્મવિલોપનનો માર્ગ અપનાવવો પડ્યો હતો. સરકારને લેખિત જાણ કર્યા છતાં સરકારે તેમને આત્મવલોપન કરતાં રોક્યા નહોતા. પાટણ કલેકટર કચેરીમાં બનેલા આ બનાવ પછી જ્યારે સમગ્ર રાજ્યનાં દલિતોનો રોષ ફાટી નીકળ્યો અને તેમણે દેખાવો, ધરણાં અને બંધનાં એલાન દ્વારા જ્યાં સુધી માગંણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી ભાનુભાઈ વણકરનો મૃતદેહ સ્વીકારવાનો ઈંન્કાર કર્યો હતો.

જો કે સરકારે આ માંગણીઓ લેખિતમાં સ્વીકારી લીધી હતી પરંતુ આ બાબતને 6 મહિના વિત્યા હોવા છતા હજુ કોઇ માંગણીઓ પૂરી થઇ નથી. જેને કારણે દલિત સમાજમાં રોષની લાગણી પ્રવર્તિ છે. સરકારને તેમણે આપેલા વચનો યાદ અપાવવા તેમજ ઉગરાણી માટે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હેઠળ ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં દલિત સમાજનાં લોકો ઉમટી પડે તેવી સંભાવનાઓ છે.