loader

Breaking News


Home > Sports > મહેન્દ્રસિંહ ધોનીએ જ A+ ગ્રેડમાંથી પોતાનું નામ હટાવવા સુચન કર્યું હતું


Foto

મહેન્દ્રસિંહ ધોનીએ જ A+ ગ્રેડમાંથી પોતાનું નામ હટાવવા સુચન કર્યું હતું

March 20, 2018, 4:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત વતી રમતા ક્રિકેટરો માટે ક્રિકેટ બોર્ડ દ્વારા જે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ નક્કી કરવામાં આવતા હોય છે એમાં આ વખતે સર્વોચ્ચ ગ્રેડમાંથી મહેન્દ્રસિંહ ધોનીને કાઢી નાખવામાં આવ્યો હોવાની જે માન્યતા થોડા દિવસથી પ્રવર્તે છે એનાથી વિરોધાભાસી અહેવાલ ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી કમિટી આૅફ એડમીનીસ્ટ્રેશનનાં ચેરમેન વિનોદ રાય દ્વારા આપવામાં આવ્યો હતો.

તેમણે આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સુકાની ધોનીએ પોતે જ બોર્ડને જણાવ્યું હતું કે ‘એ-પ્લસ’ નામના સર્વોચ્ચ ગ્રેડમાં ટોચના પર્ફોર્મરોને જ રાખવામાં આવે અને પોતાને એ ગ્રેડથી દૂર રાખવામાં આવે. કુલ ૨૬ ક્રિકેટરોને સેન્ટ્રલ કાન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા છે અને એ બધામાંથી વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને વાર્ષિક ૭ કરોડ રૂપિયાના પગારવાળા ‘એ-પ્લસ’ ગ્રેડમાં સમાવવામાં આવ્યા છે.