loader

Breaking News


Home > Gujarat > શંકરસિંહનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા


Foto

શંકરસિંહનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા

July 14, 2018, 12:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. આજે સવારે તેઓએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જો કે તેની સત્તાવાર જાહેરાત આજે બપોરે થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેવી અટકળો રાજકીય સુત્રો લગાવી રહ્યા હતા જે આજે સાચી પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ મહેન્દ્રસિંહ વાઘેલાને ૨૦૧૯ લોકસભા ચુંટણી લડાવી શકે છે. એક શક્યતા અનુસાર તેઓ ગાંધીનગરથી ભાજપનાં દિગ્ગજ નેતા એલ. કે. આડવાણીનાં સ્થાને ચુંટણી લડી શકે છે. મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં પ્રવેશ માટે એક ક્ષત્રિય મંત્રી કામે લાગ્યા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ મહેન્દ્રસિંહ વાઘેલાને લોકસભાની ચુંટણી લડાવીને દિલ્હી મોકલવાની તૈયારીઓ પણ ચાલી રહી છે જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.