loader

Breaking News


Home > Bollywood > રણબીર કપુર સાથે નાના વસ્ત્રોમાં માહિરા ટ્રોલ થઇ


Foto

રણબીર કપુર સાથે નાના વસ્ત્રોમાં માહિરા ટ્રોલ થઇ

Sept. 23, 2017, 3:51 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ પાકિસ્તાની અબિનેત્રી માહિરા ખાન હવે રણબીર કપુરની સાથે સિગારેટ પીતા ટ્રોલ થઇ ગયા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે. પાકિસ્તાની સ્ટારના કેટલાક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થયા બાદ આને લઇને બોલિવુડમાં પણ ચર્ચા છે.

આ ફોટોને લઇને માહિરા અને રણબીર કપુર તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. આ ફોટો ક્યાંના છે તેને લઇને માહિતી મળી રહી નથી. જા કે કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે આ ફોટો ન્યુયોર્કના છે. જેમાં માહિરા રણબીરની સાથે સિગારેટ પીતી નજરે પડી રહી છે. તે નાના નાના વસ્ત્રોમાં દેખાઇ રહી છે. માહિરા અહીં વાઇટ કલરની બેકલેસ ડ્રેસમાં દેખાઇ રહી છે. જ્યારે રણબીર ટી શર્ટ અને જીન્સમાં નજરે પડી રહ્યો છે. સોશિયલ મિડિયા પર આ ફોટો મુકાયા બાદ આ ફોટોને લઇને જુદા જુદા લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેટલાક લોકો માહિરાના બેકલેસ ડ્રેસને લઇને ટિકા ટિપ્પણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક રણબીર અને માહિરા વચ્ચે વધતા જતા સંબંધને લઇને ટિપ્પણી કરી રહ્યા છે. માહિરા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સોશિયલ મિડિયા પર પહેલા પણ તેમના ફોટો રજૂ કરવામાં આવી ચુક્યા છે. પાકિસ્તાની અભિનત્રીએ પોતાની કેરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથેની રઇસ મારફતે કરી હતી. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. પાકિસ્તાની અભિનેત્રી હજુ સુધી અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. જા કે આ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. નાના વસ્ત્રોમાં માહિરા ખુબ ખુબસુરત દેખાઇ રહી હોવાના મત પણ મળી રહ્યા છે.