loader

Breaking News


Home > National > ખેડૂતોની મહારેલી : પૂર્વ દિલ્હીમાં કલમ - 144 લાગુ, યુપી બોર્ડર સીલ કરી દેવાઈ


Foto

ખેડૂતોની મહારેલી : પૂર્વ દિલ્હીમાં કલમ - 144 લાગુ, યુપી બોર્ડર સીલ કરી દેવાઈ

Oct. 2, 2018, 9:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ખેડૂત યુનિયનનાં નેતૃત્વમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે. હરિદ્વારથી આવી રહેલા આ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નથી આપવામાં આવી છતાં ખેડૂતો પોતાની કુચ આગળ વધારવા મક્કમ છે. જેને નજરમાં રાખીને દિલ્હી - યુપી સરહદને સીલ કરી દેવામાં આવી છે તેમજ મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીમાં કલમ - 144 લાગુ કરી દેવામાં આવી છે.

દેવામાફી અને વીજળી બિલના ભાવ કરવા જેવી માંગણીઓને લઈને ખેડૂત ક્રાંતિ પદયાત્રા 23 સપ્ટેમ્બરનાં રોજ હરદ્વારથી શરુ થઇ હતી ત્યારબાદ પશ્ચિમી ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર અને મેરઠ જિલ્લાથી આગળ વધીને ખેડૂતો સોમવારે ગાજિયાબાદ પહોંચી ગયા હતા. અહીં ખેડૂતોને રોકી દેવામાં આવ્યા છે. આ ખેડૂતોની યોજના ગાંધી જયંતિ નિમિતે રાજઘાટથી સંસદ સુધી માર્ચ કરવાની છે પરંતુ દિલ્હી પોલીસે તેની કોઈ મંજૂરી આપી નથી.