loader

Breaking News


Home > National > વીઆઈપી અને જજીસ માટે ટોલબૂથ પર બનાવો અલગ લેન, મદ્રાસ હાઇકોર્ટનો આદેશ


Foto

વીઆઈપી અને જજીસ માટે ટોલબૂથ પર બનાવો અલગ લેન, મદ્રાસ હાઇકોર્ટનો આદેશ

Aug. 30, 2018, 2:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે બુધવારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક સખ્ત સંદેશ આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાના દરેક ટોલબુથ પર વીઆઈપી અને જજો માટે એલ અલગથી એક્સક્લુઝિવ લેન બનાવે, નહી તો તે કોર્ટનાં અવમાનની કાર્યવાહી માટે તૈયાર રહે.

આ મુદ્દે સુનાવણી કરતાં જસ્ટિસ હુલુંવાડી જી રમેશ અને જસ્ટિસ એમવી મુરલીધરનની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે તે વીઆઈપી અને જજો માટે ખુબ જ શરમની વાત છે કે તેઓ ટોલ પ્લાઝા પર રાહ જુવે અને પોતાનું ઓળખ કાર્ડ બતાવે. કોર્ટે આ મામલે NHAI ને તેના દરેક ટોલ પ્લાઝા પર લાગુ કરવાનો આદેશ આપતા જણાવ્યું હતું કે જો તેને ગંભીરતાથી નહિ લેવામાં આવે તો કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવશે. હાઇકોર્ટ બેન્ચે કેન્દ્ર અને NHAI ને કહ્યું હતું કે તેઓ આ મામલે સર્ક્યુલર જાહેર કરે.