loader

Breaking News


Home > Health > તમારા લાઇફ પાર્ટનરને બનાવો સ્લીમ અને ફીટ કરો આ કામ


Foto

તમારા લાઇફ પાર્ટનરને બનાવો સ્લીમ અને ફીટ કરો આ કામ

Feb. 10, 2018, 7:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જો તમે તમારા પાર્ટનરને સ્લીમ અને ફીટ દેખવા માગો છો તો તે પહેલા તમારે પણ સ્લીમ અને ફીટ બનવુ જરૂરી છે, એટલે કે તમે તેની પ્રેરણા બની શકો છો. શોધકર્તાઓની માનીએ તો જો તમે પોતાનો વજન ઘટાડવાનો પ્રયત્ન કરો છો તો તેનાથી બીજાને પ્રોત્સાહન મળતુ હોય છે. એક તાજેતરના સંશોધનના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે કોઈ દંપતિમાં એક સાથી પણ પોતાની વજન ઘટાડાની પ્રતિબદ્ધતા બતાવશે તો આ બાબતની એક સંપૂર્ણ તક રહેલી છે કે બીજી વ્યક્તિ પણ તેનો વજન ઘટાડવા માટે પ્રયાસ કરે છે.




આજે દરેક પોતાના લાઇફ પાર્ટનરને સ્લીમ અને ફીટ જોવા માગે છે, પરંતુ શું તે પોતે પણ હોય છે? દુનિયામાં દરેક વ્યક્તિ પોતાને બીજા કરતા સારો બતાવવાનો પ્રયત્ન કરવો ગમે છે. આ બાબત તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટનાં પ્રોફેસર એમી ગોરીને પોતાની શોધમાં જણાવ્યું છે કે, એક વ્યક્તિ જો પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવે છે તો તેની આસ-પાસનાં લોકો પર તેની ખાસ અસર પડે છે. એક અભ્યાસમાં દંપતિ દ્વારા વજન ઘટાડવાનો જે દર સામે આવ્યો છે તે પરસ્પરાવલંબી છે, એટલે કે એક પાર્ટનર વજન ઘટાડો કરે છે, ત્યા બીજા પાર્ટનર પર તેની અસર જોવા મળે છે.



જો કે એક વિકલ્પ તે પણ છે કે તમે સાથે વર્કઆઉટ કરો. આ પહેલા પણ ઘણા રિસર્ચમાં સાબિત થયુ છે કે જે કપલ સાથે મળીને વર્કઆઉટ કરે છે, તેમની એકબીજા સાથેનો તાલમેલ બીજાની અપેક્ષાએ વધુ સારો હોય છે અને નાની નાની વાતોમાં એકબીજા સાથે મતફેદ પણ ઓછા થતા જાય છે. જો કે વર્કઆઉટનો અર્થ એ નથી કે તમે જીમમાં જોડે જાઓ, યોગ, વોકિંગ અને જોગિંગ જો તમે સાથે મળીને કરો તો બન્ને તંદુરસ્ત બની શકો છો. માત્ર આ ફોર્મ્યુલા અપનાવીને તમે તમારા પાર્ટનરને પરફેક્ટ શેપમાં લાવી શકો છો. તો શું તમે તેના માટે તૈયાર છો?