loader

Breaking News


Home > Bollywood > મલાઇકા અરોરા શરીરને ફીટ રાખવા કરે છે આ કામ, જાણો પૂરી હકીકત


Foto

મલાઇકા અરોરા શરીરને ફીટ રાખવા કરે છે આ કામ, જાણો પૂરી હકીકત

March 21, 2018, 4:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડમાં આઇટમ ડાંસ કરનારી મલાઇકા અરોરા શરીરને ફીટ એન્ડ ફાઇન રાખવા રોજ જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે. મલાઇકા જીમમાં વર્કઆઉટ કર્યા બાદ પણ યોગને તેટલુ જ મહત્વ આપી રહી છે. અરબાજ ખાન સાથે તલાક લઇ ચુકી મલાઇકા અરોરા પોતાના ફીટનેસને વધુ મહત્વ આપે છે. જેનું કારણે છે કે તે 44 વર્ષની હોવા છતા આજે પણ ફીટ એન્ડ ફાઇન દેખાય છે.





બોલીવુડની મોસ્ટ ફેશનેબલ એક્ટ્રેસમાંથી એક મલાઇકાની એક ઝલક માટે કરોડો લોકોની લાઇન લાગી જાય છે. મલાઇકા હંમેશા હેલ્દી જીવન જીવવામાં માને છે, આ કારણથી તે રોજ પોતાની ડાઇટ અને એક્સરસાઇઝનું વિશેષ ધ્યાન રાખે છે. મલાઇકા માને છે કે જીમમાં વર્કઆઉટ કરવુ જરૂરી છે પણ સાથે યોગ કરવાથી તમારા શરીરને નવી ઉર્જા મળે છે, જે તમારા શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે. સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે રોજ યોગ કરવો જરૂરી છે.