loader

Breaking News


Home > Bollywood > અરબાજ ખાન માટે આજે પણ મલાઇકા અરોરા રાખે છે સોફ્ટ કોર્નર


Foto

અરબાજ ખાન માટે આજે પણ મલાઇકા અરોરા રાખે છે સોફ્ટ કોર્નર

Sept. 28, 2018, 12:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન અને અરબાજ અલગ થઇ ગયા હોવા છતાં તેમની વચ્ચે સંબંધનો એકદમ અંત આવ્યો નથી. કારણ કે બંન્ને હજુ પણ એકબીજાનાં સંપર્કમાં છે. બાળકોને ધ્યાનમાં લઇને બંને સમાધાન કરે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળ્યુ નથી. બંને એકબીજા પ્રત્યે સોફ્ટ કોર્નર પણ ધરાવે છે.



મળેલી માહિતી મુજબ થોડાક સમય સુધી અલગ રહ્યા બાદ મલાઇકા ફરી એકવાર અરબાઝ ખાન સાથે સમાધાન કરી લેવાનાં મુડમાં દેખાઇ રહી છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાન પારસ્પરિક રીતે અલગ થઇ ગયા હતા. તેમની વચ્ચે લગ્ન સંબંધ ૧૮ વર્ષ સુધી ચાલ્યા બાદ બંન્ને અલગ થયા હતા. બંન્ને સહમતી સાથે વિધિવતરીતે અલગ થઇ ગયા બાદ ક્યારેય એક સાથે દેખાયા નથી. જો કે હવે એવા સંકેત મળી રહ્યા છે કે બંન્ને સમાધાન કરી લેવાના મુડમાં છે. ગયા વર્ષે મે મહિનામાં તેમની વચ્ચે છુટાછેડાને મંજુરી મળી ગઇ હતી. ત્યારબાદથી મલાઇકા કેટલાક પુરૂષો સાથે નજરે પડી હતી. બોલિવુડનાં આશાસ્પદ સ્ટાર અર્જુન કપુર સાથે તે કેટલીક વખત નજરે પડી હતી. આ ઉપરાંત મધ્યપૂર્વનાં એક ટોપનમાં બિઝનેસમેન સાથે પણ તેના સંબંધ રહ્યા હતા. હવે એવુ જાણવા મળ્યુ છે કે બંન્ને ફરી એકવાર સમાધાનનાં મુડમાં આવી ગયા છે. મલાઇકા અને અરબાજ એકબીજાનાં સંપર્કમાં સોશિયલ મીડિયા મારફતે હોવાના અહેવાલ મળ્યા છે. જો કે બંન્ને તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યુ નથી. રસપ્રદ બાબત એ છે કે છુટાછેડા થયા બાદ પણ મલાઇકા પોતાને મલાઇકા અરોરા ખાન તરીકે સોશિયલ મીડિયા પર રજૂ કરે છે.