loader

Breaking News


Home > National > રાયબરેલીમાં માલ્દા - નવી દિલ્હી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત, સાતનાં મોત


Foto

રાયબરેલીમાં માલ્દા - નવી દિલ્હી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત, સાતનાં મોત

Oct. 10, 2018, 9:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, રાયબરેલી : રાયબરેલીના હરચંદપૂર રેલવે સ્ટેશન નજીક ફરકકા એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. ડીઆરએમે જણાવ્યું હતું કે અકસ્માતમાં સાત મુસાફરોના મોત તેમજ 40 મુસાફરો ઘાયલ થયા છે. મુસાફરોના જણાવ્યા અનુસાર, આ ટ્રેન હરચંદપુર રેલવે સ્ટેશનથી સવારે 6.00 વાગ્યે નવી દિલ્હી જવા રવાના થઇ હતી. સ્ટેશનથી 50 મીટર સુધી પહોંચ્યા પછી ટ્રેન એન્જિન સહિતના છ કોચ પાટા પરથી ખડી પડયા હતા.

ખુબ જ વધુ ઝડપ હોવાને કારણે યાત્રીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. જો કે હજુ સુધી અકસ્માતનું કારણ સામે આવ્યું નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત પહોંચાડવાનો આદેશ આપી દીધો છે. રાયબરેલીના એસપી સુજાતા સિંહે જણાવ્યું હતું કે સાત લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં કેટલા લોકો ફસાયેલા છે તે કહેવું મુશ્કેલ છે. ઇજાગ્રસ્તોને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા છે.