loader

Breaking News


Home > National > માલ્યાએ બેન્કોની લોન I.P.L, F-1 રેસ અને પ્રાઇવેટ જેટની પાછળ ઉડાડી હતી


Foto

માલ્યાએ બેન્કોની લોન I.P.L, F-1 રેસ અને પ્રાઇવેટ જેટની પાછળ ઉડાડી હતી

June 19, 2018, 3:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:ભારતનો ભાગેડુ અને હાલમાં લંડનમાં આશ્રય લઇ રહેલો કૌભાંડી વિજય માલ્યા સામે ઇડીએ સૌમવારે મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે તેમાં એવું જણાવાયું છે કે માલ્યાએ બે બનાવતી કંપનીઓ ઉભી કરીને 3,700 કરોડની લોન મેળવી હતી આ લોનની રકમ તેણે I.P.L, F-1 રેસ અને પ્રાઇવેટ જેટની પાછળ ઉડાડી હતી. ઇડી ટૂંક સમયમાં જ કોર્ટ પાસેથી પ્રવંગ લઇને માલ્યાની સંપત્તિને સીલ મારવાનું શરૂ કરશે. આ ઉપરાંત વિજય માલ્યાની કંપની અને 9000 કરોડની સંપત્તિ પ્રોજેક્ટ પર પણ સીલ મારવામાં આવશે ગયા વર્ષે મલાયા ઉપર પ્રથમવાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ ઉપરાંત કેટલીક સંપત્તિને સીલ મારવાં માટે કોર્ટ પાસેથી તેની મંજૂરી પણ લેવાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

S.B.I એ કરેલી ફરિયાદ મુજબ માલ્યાએ વર્ષ 2005થી 2010 ના સમયગાળા દરમિયાન માલ્યાએ 6,027 કરોડની કોઈ પણ પ્રકારની ચુકવણી નથી કરી માલ્યાએ ખોટી કંપનીઓ ઉભી કરીને તેમાં ફંડ ટ્રાન્સફર કર્યું હતું જેમાં ભારતીય ચલણનું મોડટી સંખ્યામાં ફંડ ટ્રાન્સફર થયું હતું અત્યારે જે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં આ બોગસ કંપનીઓનો ઉલ્લેખ કરવાં આવ્યો છે.

બે દિવસ પહેલા જ બ્રિટનની કોર્ટે માલ્યાને કહ્યું હતું કે 13 ભારતીય બેંકોની કાયદાકીય લડતમાં વિજય માલ્યા 2લાખ પાઉન્ડ તેમને ચૂકતે કરે.