loader

Breaking News


Home > National > માલ્યાનાં આરોપ ગંભીર, PM મોદી તપાસનો આદેશ કરે, જેટલી પદથી દૂર થાય : રાહુલ ગાંધી


Foto

માલ્યાનાં આરોપ ગંભીર, PM મોદી તપાસનો આદેશ કરે, જેટલી પદથી દૂર થાય : રાહુલ ગાંધી

Sept. 13, 2018, 9:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દારૂના વેપારી અને કૌભાંડી વિજય માલ્યાના નિવેદન બાદ, કોંગ્રેસે સરકાર પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સમગ્ર બાબતની તપાસની માગણી કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, "વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખૂબ ગંભીર છે. વડા પ્રધાને આ બાબતે સ્વતંત્ર તપાસ કરવી જોઈએ. જ્યાં સુધી તપાસ પૂર્ણ થતાં સુધીમાં અરુણ જેટલીને નાણા પ્રધાન તરીકે રહેવું ના જોઈએ.

બુધવારના પ્રત્યાર્પણના કિસ્સામાં વિજય માલ્યાએ પ્રત્યાર્પણની સુનાવણી દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેણે ભારતીય રાજકારણમાં ભૂકંપ લાવો દીધો હતો. માલ્યાએ કહ્યું કે તેઓ ભારત છોડ્યા પહેલાં નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી. માલ્યાએ જણાવ્યું હતું કે, "તેઓ સેટલમેન્ટ અંગે નાણાં પ્રધાનને મળ્યા, પરંતુ બેન્કોએ મારી સેટલમેન્ટની યોજના અંગે સવાલ ઉભા કર્યા હતા. માલ્યાએ જણાવ્યું હતું કે તે પોતાનું દેવું ચૂકવવા તૈયાર છે.